અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાલસા, જિ,ભરૂચ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી – ભરૂચ તેમજ સિવિલ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે આજરોજ ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈ – બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડીઆઈડી કાર્ડ મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, સિવિલ સર્જન એસ.આર.પટેલ, અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ યશવંતભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ, ઉષાબેન મિશ્રા, ડીઓ કચેરીના દિવ્યેશભાઇ, નાયબ મામલતદાર એ.આર.માછી, ડો. જયદીપ મેખીયા તથા ઘણી મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરીએ “વિશ્વ દિવ્યાંગ દિન” ની સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજ સુરક્ષા વિભાગ તરફથી મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આજના “વિશ્વ દિવ્યાંગ દિન” નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા ૮૩ દિવ્યાંગ બાળકોને રૂ.૧૦,૦૦૦/- લેખે રૂપિયા ૮ લાખ ૩૦ હજારનો ચેક સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ દ્વારા સંસ્થાના પ્રમુખ તેમજ મંત્રીને અર્પણ કર્યો હતો. તેમજ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેથી દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડીઆઈડી કાર્ડ એનાયત કરાયા હતા.
ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉજવણી કરાઇ.
Advertisement