Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે. ગતરોજ રાત્રીના અંધકારના સમયે વરસાદી છાંટા અને ત્યારબાદ એકાએક વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થવાથી ખેડુતો ચિંતિત થઇ ગયા હતા.કપાસ, તુવેર, શેરડી, ઘઉં જેવા પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ જણાઇ રહી છે. ખેડુતોને ખાતર, બિયારણ અને ખેતમજુરી પણ માથે પડવાની શક્યતાઓ જણાઇ રહી છે. કપાસનો પાક તૈયાર થઈ ચુક્યો છે. ખેતરમાંથી નિકળવાનો શરૂ થઇ ગયો છે. કપાસના પ્રતિ ક્વિન્ટલનો ભાવ પણ સારો છે. તેવા સંજોગોમાં એકાએક વરસાદ થવાથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે,અને તેના કારણે કપાસના ભાવ પણ ગગડી શકે છે.

ઉલ્લેખનીય છે કે,આ વષૅ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ થયો હતો. પીવાના અને સિંચાઈના પાણીની કિલ્લત ઉભી થઇ છે. જ્યારે નેત્રંગ તાલુકામાં ભર શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી.આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી,ખાંસી અને તાવના દદીૅનો જમાવદો થવાની દહેશત જણાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ

ProudOfGujarat

ખેરગામ તાલુકા ના 6 ગામો માં પાણી પુરવઠા યોજના નું પાણી પોહચ્યાં વગર જ ગ્રામપંચાયત ને લાખો ના પાણી બિલ મોકલાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!