Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બે વર્ષથી નર્મદા જિલ્લામાં ખેતીના પાકમાં નુકસાનનું વળતર મળ્યું નથી ?

Share

છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામોને ખેતીના પાકમાં ભારે નુકસાન થયું હતું. જેમાં ગત વર્ષે 1500 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પણ વાવાઝોડું અને ભારે વરસાદને કારણે 81 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેમાં કાંઠા વિસ્તારના ગામોમાં ખાસ કરીને કેળના પાકને ભારે નુકશાન થયાના અહેવાલ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષથી ખેડૂતોને થયેલ થયેલ નુકશાનનું વળતર સરકાર તરફથી આજદિન સુધી મળેલ નથી. જે અંગે ખેડૂતોમાં ભારે રોષ અને દુઃખ પણ છે. આજે ફરી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડુતોને થનાર નુકશાન અંગે વળતરની આશા પણ ઠગારી જ નીવડશે કારણ આગળનું વળતર મળ્યું નથી તો નવું ક્યાંથી મળશે?

આ અંગે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ચોમાસામાં અને કરજણ નદીમાંથી પાણી છોડવાના કારણે ખેતીના પાકનેભારે નુકસાન થયું હતું. અમે આ અંગેનો સર્વે કર્યો હતો. અમે સરકારમાં જે તે વખતે થયેલ નુકશાન અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો હતો અને ખેડૂતોને વળતર આપવાની દરખાસ્ત પણ કરી હતી. પરંતુ સરકાર દ્વારા આ વળતરની મંજૂરી આવી ન હોવાને કારણે ખેડૂતોને વળતર ચૂકવી શકાય એમ નથી એમ જાણવા મળેલ છે.

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે રોજગાર ધંધાબંધ થઈ ગયા હતા. વધારામાં કરજણ ડેમમાં પાણી છોડવાને કારણે પાણી ખેતરોમાં ફરી વળતા કેળના પાકને ભારે ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને ભારે આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂત ચારે બાજુથી પીસાયો છે ત્યારે સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતું વળતર હજી સુધી ચૂકવાયું નથી એ ખરેખર આશ્ચર્ય કહેવાય. એક તરફ દિલ્હીમાં ખેડૂતો કેટલાય વખતથી અને માંગણી માટે આંદોલન કરી રહ્યા છે. હાલ તેમની માંગણી સંતોષાઈ છે. તેમ હવે નર્મદાના ખેડૂતોને પણ સરકાર તરફથી અપાતું વળતર ન મળતાં વળતર મેળવવા માટે ખેડૂતોને આંદોલન કરવું પડશે? એવો પ્રશ્ન ખેડૂતોમાં રોષ સાથે ચર્ચાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આવનારી ચૂંટણીમાં ખેડૂતો બહિષ્કાર કરે તો નવાઈ નહીં.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જીએનએફસીના CSR વિભાગ-નારદેસ દ્વારા હલદરવા અને રહાડપોર ગામની શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરાયું.

ProudOfGujarat

જમ્મુ કાશ્મીર ના કથુવા અને યુપી ના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરા માં બાળા સાથે થયેલ દુષ્કર્મ ના વિરોધ્ધ માં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી ગુનેગારોને ફાંસી ની સજા ની માંગણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!