વેલ્ફેર નર્સિંગ કોલેજ ભરૂચ અને ઇનર વ્હિલ કલબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન વિશ્વ એઇડ્સ દિવસે કરવામાં આવ્યું.
નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર તેમજ સ્ટાફ દ્વારા આજે હિંગલોટ ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને એઇડસથી કઈ રીતે બચી શકાય, શુ શુ કરવું જોઈએ અને કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ અને કાદર ભાઈ ડેલાવાળા, ઈંનર કલબના પ્રમુખ રિઝવાના બહેન ઝમીદર તેમજ સખી મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
હિંગલોટ સ્કૂલના આચાર્ય સલિમભાઈ પટેલ દ્વારા આ કાર્યકમને સફળ બનાવવા બધા જ પ્રકારની સહાયતા કરી અને જન જાગરૂકતા માટે આવા કાર્યક્રમ અતિ આવશ્યક છે એમ જણાવ્યું હતું. એઇડસથી પીડિત વ્યક્તિ સાથે આત્મીયતા પૂર્વકનું વર્તન કરવું ખૂબ જરૂરી છે. આ રોગને અટકાવવા માટે સૌએ પ્રયત્નશીલ બનવું પડશે અને આ ભયંકર રોગ થવાના જે કારણો છે તેને અટકાવવા સૌએ પ્રયાસ કરવો પડશે અને તોજ સમાજ, દેશ અને વિશ્વ આવા ભયંકર રોગોથી મુક્ત થશે.
ઝુબેર પટેલ
ભરૂચ : વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે હિંગલોટ ગામમાં એઇડસ વિશે જાગૃતિ અભિયાન યોજાયું.
Advertisement