Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જોલવામાં ભાડા બાબતે બોલાચાલી કરી મકાન માલિક અને તેના સાગરીતોએ કરી લૂંટ.

Share

• ભાડા બાબતે થયેલ બોલાચાલીમાં મકાન માલીકે ભાડુઆતની દુકાને જઇ મારમારી કરી રૂપિયા ૧,૧૦,૦૦૦ ની લૂંટ

ભરૂચ જિલ્લાના જોલવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડુઆતને મકાન માલીક સાથે ભાડુ આપવા બાબત થયેલ બોલાચાલીમાં મકાનમાલિક અને તેના મળતીયાએ ભાડુઆતને મારમારી તેની પાસેની સોનાની ચેઇન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ ની મત્તાની લૂંટ કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

મૂળ ગીર ગઢડાના કાંધી ગામના વતની અને હાલ શ્રી ગણેશ કરિયાણા સ્ટોર્સ નામે દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરી જોલવાની સાંઇદર્શન સોસાયટી, વેલકમ સોસાયટીની પાછળ મકાન નં. ૧૦૮ માં ભાડે રહેતા ત્રિભોવન ભીખાભાઇ સાખંટ ઉ.વર્ષ ૨૭ ને તા.૨૯ ની સાંજે ૬.૩૦ કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખૈની સાથે જીતુભાઇ સાવલીયા અને અન્ય એક ઇસમે ત્રિભોવન સાખંટની દુકાને ધસી આવી મકાનનું ભાડુ આપવા બાબતે બોલાચાલી ઝઘડો કરી તાત્કાલીક ભાડુ માંગ્યું હતું.

ભાડૂઆત ત્રિભોવન સાંખટે આપવાની થતી ભાડાની રકમ રૂ.૪૩,૫૦૦ સગવડ કરીને આપવા કહેતા મકાન માલિક અને તેના બે સાગરીતોએ ઉશ્કેરાઇ જઈ, ભેગા મળી ભાડૂઆત ત્રિભોવનને માથું પકડી દિવાલ તથા કાચની બારી સાથે માથું ભટકાડી ત્રિભોવનને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

જે બાદ મકાન માલિક સહિતનાઓએ ત્રિભોવન સાંખટના ખિસ્સામાં રહેલ રૂપિયા ૬૫,૦૦૦ રોકડા તેમજ તેણે પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી ત્રિભોવનને જાતી વિષયક ગાળો આપી જતા રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ ત્રિભોવનને માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અથે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો. જ્યાંથી ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વર્ધીના આધારે ત્રિભોવને મારમારી લૂંટ ચલાવ્યાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

ખેડા જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

વારાણસીમાં તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!