Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી ટેમ્પામાંથી લાકડાનો જથ્થો જપ્ત કર્યો..

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બદલવા ગામના રમણપરાના જંગલ વિસ્તારના કોતરના ભાગે કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીના વૃક્ષને ખેડુતે કપાવીને લાકડાના વેપારીને વેચાણ કર્યુ હતું.જેમાં ટેમ્પા નં :- જીજે-૨૩-વી-૧૨૩૪ માં ભરાવીને ફેરાફેરી થઈ હોવાની બાતમી નેત્રંગ વનવિભાગને મળતા નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના બસસ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને ટેમ્પાને રોકાવી તેની તપાસ હાથધરતાં લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નેત્રંગ વનવિભાગે ટેમ્પો અને લાકડાનો જથ્થો કબ્જે કરીને ખેડુત મેલા રામસિંગ વસાવા (રહે.બામલ્લાકંપની),લાકડાનો વેપારી સોમા બામણીયા વસાવા (રહે.કોચબાર),લાકડાનો વેપારી સુરેશ ઝીણા વસાવા (રહે.કોચબાર) અને મહેશ સોમા વસાવા (રહે.કોચબાર) વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાય.

ProudOfGujarat

ઓડિશામાં ત્રણ ટ્રનો વચ્ચે ભયાનક ટક્કર, અત્યાર સુધીમાં 280 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!