ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતો અમિતભાઈ પ્રહલાદભાઈ વસાવા ફરાસખાનાનો વ્યવસાય કરે છે. ગતરોજ અમીત વાળંદની દુકાને તેના કામ અર્થે ગયો હતો. વાણંદની દુકાન પર તેને હરીપુરા ઉચ્ચલનો તેનો મિત્ર મળ્યો હતો ત્યારબાદ અમીત મિત્રને મુકવા હરિપુરા ગામે થયો હતો. પાછા ફરતી વેળા અમિત સારસા ગામે ગુલીયાપુરા પાટીયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સારસા ગામના ધર્મેશ વસાવા, કિરણ વસાવા, કનક વસાવા તેમજ સુનિલ વસાવા ખેતરમાંથી ધસી આવ્યા હતા, જેથી અમીતે તેની બાઈક ઊભી રાખી હતી. આ ઇસમો અમિતને જૂની અદાવતે માં બેન સમાણી ગાળો બોલવા લાગ્યા હતા અને અમિત પર હુમલો કર્યો હતો. હુમલામાં અમીતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઝપાઝપી દરમિયાન અમિતના ખિસ્સામાંથી ૬,૯૦૦ રૂપિયા ભરેલું પાકીટ ક્યાંક પડી ગયું હતું. અમિતે બુમાબૂમ કરતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. અમિત પ્રહલાદભાઈ વસાવાએ ધર્મેશ નગીનભાઈ વસાવા, કનક સુરેશભાઈ વસાવા, કિરણ નાનુભાઈ વસાવા તેમજ સુનિલ ગૌતમભાઈ વસાવા વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઝઘડિયા તાલુકાના રાજપારડીના યુવકને જૂની અદાવતે રસ્તામાં માર માર્યો.
Advertisement