Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનું આગમન થતાં 10 નવા પીંજરા મુકાયા.

Share

કેવડિયા ખાતે સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જંગલ સફારી પાર્ક છે. કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે 10 નવા પીંજરા મૂકવામાં આવ્યા છે. જંગલ સફારી પાર્કમાં વિદેશમાંથી અનેક પ્રાણીઓ આકર્ષણ માટે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે નવા પ્રાણીઓનો પણ ઉમેરો થતો જાય છે.

પ્રવાસીઓ માટે આનંદના સમાચાર એ છે જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશમાંથી જુદા જુદા માહોલમાંથી આવેલા પ્રાણીઓ વડીયા જંગલ સફારી પાર્કમાં ધીમે ધીમે મળી જતા અને પક્ષીઓની દોસ્તી પણ થયેલી જોવા મળી રહી છે. હરણ બ્લુ કાળીયાર પ્રાણીઓના નવા બચ્ચા પણ જન્મ્યા છે આમ પ્રાણીઓની વસ્તીમાં પણ પાત્ર વધારો થયો છે. હાલ સફારી પાર્કમાં માદા ગેંડોનું આગમન થયું છે ત્યાં સુધી એક માત્ર નર રોજ જોવા મળતો હતો હવે નર અને માદા જોડીમાં જોવા મળશે. પક્ષીઓ ઈંડા મુકતા થયા છે તેના બચ્ચાઓ પણ થઈ રહ્યા છે પક્ષીઓને પણ હવે કુદરતી વાતાવરણમાં અનુકૂળ આવી ગયું છે. આ અગાઉ કેવડીયા ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં સફેદ નર વાઘ “વીર” ને નવી સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ મળી છે. સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરથી અત્રે લાવવામા આવેલ છે જે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નર્મદાના કેવડિયા ખાતે આવેલ ૩૭૫ એકરમાં ફેલાયેલ છે. પાર્કમાં દેશ-વિદેશનાં ૧૧૦૦ થી વધુ પ્રાણી-પક્ષીઓ આવેલા છે તેમાં ક્રમશ: વધારો પણ થઈ રહ્યો છે. જંગલ સફારીમાં પહેલાથી જ પ્રાણી-પક્ષીઓને ખુલ્લુ કુદરતી વાતાવરણ મળી રહે તે રીતે મોકળાશ અપાઈ છે અને ખાસ કરીને ભારતનાં બદલાતા રહેતા વાતાવરણને ધ્યાને લઈને એક્શન પ્લાન મુજબ શિયાળા, ઉનાળા અને ચોમાસા દરમ્યાન પ્રાણીઓની સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે સમર્પિત તબીબો તેમજ બાયોલોજીસ્ટ સહીતની ટીમ ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વાર દેખરેખ કરી રહ્યા છે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક કામ કરતાં ૬૭ જેટલા તાલીમબદ્ધ એનિમલ કિપર પણ હંમેશા નિરીક્ષણ કરતા રહે છે.

Advertisement

નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે. હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે મુક્ત મને વિહાર કરી રહ્યા છે. બદલાતી જતી ઋતુ પ્રમાણે પ્રત્યેક પ્રાણી-પક્ષીઓ માટે જે ડાયેટ પ્લાન નક્કી કરાયેલ છે તે મુજબ જ નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે. હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે અને મુક્તમને વિહાર કરી રહ્યા છે તેમ અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા દ્વારા જાણવા મળેલ છે. આ અંગે નાયબ વન સંરક્ષક ડૉ. રતન નાલા તથા આર એફ ઓ ડૉ.આર એમ જાદવ પ્રાણીઓની ખૂબ કાળજી લઈ રહ્યા છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

ProudOfGujarat

લપંટ ડૉક્ટર પ્રફુલ્લ દોશી અંતે સુરત પોલીસના પાસે સરેન્ડર, સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર અંગે મેડિકલ તપાસ…

ProudOfGujarat

માંગરોળ અને ઝંખવાવમાં સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!