Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયાની આંગણવાડી કેન્દ્ર ખાતે મફત સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

Share

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એશિસીએશનના સંયુકત પ્રયાસથી મફત સ્ત્રી રોગ નિદાન કેમ્પનુ આયોજન કરાયું હતું.

સેલોદ ગામ તાલુકો ઝધડિયાની આંગણવાડી કેન્દ્રમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. તલ્લીકા પટેલ દ્વારા કેમ્પમાં દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સેલોદ ગામના ગામજનોએ આ કેમ્પ દ્વારા સ્ત્રી આરોગ્ય વિષે માહિતી મેળવી હતી અને સ્ત્રી આરોગ્યના જતન માટે શું કરવું જોઈએ તે અંગેની માહિતી લીધી હતી. સેલોદ ગામના સરપંચ માઈકલ ભગત તેમજ અલ્પેશભાઇ અને આંગણવાડી વર્કર હિનાબેન મોબાઈલ એજયુકેશન વાનના સાથીઓ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એશિસીએશન તથા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સભ્યોએ ભારે મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

ProudOfGujarat

સુરત : આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર : ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયુ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!