Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ફરી કોરોના મહામારીએ માથું ઊંચકતા લોકોમાં ગભરાટ.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ દર્દી જણાયા ન હતા જેથી આરોગ્ય તંત્રને હાશકારો થયો હતો કે ધીમા પગલે કોરોના વિદાય લઈ રહ્યો છે. બીજી બાજુ તંત્ર દ્વારા વારંવાર મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં જ ભરૂચ જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ હોય તેમ ભરૂચના વાલિયા ખાતેની આદિત્ય નગરની સોસાયટીમાં કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા હતા. જોકે કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી છે જેમાં સમગ્ર પરિવાર વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા. આમ અન્ય રાજયમાં ફરવા ગયેલ કુટુંબને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં મળતી માહિતી મુજબ કોરોનાએ માથું ઊંચકાયું હોવાની વિગત સપાટી પર આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઈન ડે નહિ પણ માતા-પિતા, શિક્ષક પૂજન દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

તારીખ પે તારીખ… તારીખ પે તારીખ…… અદાલતની આવી રીતરસમના પગલે આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!