Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુના તવરા ગામે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 ની શરૂઆત કરાઈ. .

Share

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે.

આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની આ બીજી સીઝન છે જેથી આ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જામે તેવી પુરેપુરી સંભાવના છે. આ ટુર્નામેન્ટમાં જૂના તવરા ગામ માં વસતા તમામ સમાજના યુવાનો તેઓ પોત પોતાની સમાજની ટીમ બનાવી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ૨૦ જેટલી ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સમસ્ત જૂના તવરા ગામ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો ઉદ્દેશ એ છે કે હાલ દિવસે દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે હાલ જુના તવરા ગામમાં પણ ખુબ મોટા પાયે વિકાસ થઇ રહ્યો છે જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે લોકોમાં સમભાવ જળવાઈ રહે લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તે હેતુથી જૂના તવરા ગામ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

આ ટુર્નામેન્ટથી ગામના યુવાનો એક જૂથ થાય એકબીજા પ્રત્યે સમભાવ રાખે અને એકબીજા સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહે આવા શુભ હેતુથી જૂના તવરા ગામમાં સતત બીજા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે વહેલી સવારે દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ ફોડી રીબીન કાપી ટુર્નામેન્ટનો ઓપનિંગ કરવામાં આવ્યુ હતું જેમાં જૂના તવરા ગામના સૌ મિત્રોઅને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં જૂના તવરા ગામની ૨૨ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે.

જૂના તવરા ગામ ખાતે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઇ રહી છે જૂના તવરા ગામમાં વસતા અલગ અલગ સમાજની ટીમો પોતાના સમાજની ટીમ લઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટની વિગત જોતા

Advertisement

વસાવા સમાજની 4
ગોહીલ સમાજની 9
આહિર સમાજની 2
ઠાકોર સમાજની 2
પ્રજાપતિ સમાજની 2
રાજપૂત સમાજની 1
મારવાડી સમાજની 1

આમ કુલ મળીને 20 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.


Share

Related posts

સજોદ ગામે વકક બોર્ડ્ની જમીન બારોબાર વેચાણ કરવાનાં મામલે બોર્ડ્નો આદેશ

ProudOfGujarat

અંકલેશ્વર- કચરાની સાથે-સાથે કેડીલા કંપનીનો કેમિકલ વેસ્ટ નાશ કરાતો હોવાનો નગરપાલિકા પર સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

પ્રજાસત્તાક પર્વ નિમિતે નેત્રંગની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાધિકા પટેલનુ સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!