ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવ્યું હતુ. રાજપારડી તેમજ આજુબાજુ ના ગામોના ૧૨૦ જેટલા દર્દીઓએ લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement