ગુજરાતમા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને ધ્યાને રાખી સજ્જ પણ બની છે. જેનાં અનુસંધાને રાજપીપલા ખાતે સરદાર ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં સાંસદ મનસુખભાઇ વસાવા, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રભારી સતિષભાઈ, માજી વનમંત્રીઓ શબ્દ શરણ તડવી, મોતિસિંહ વસાવા, હર્ષદ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા સહીત ભાજપાના તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, તથા કાર્યકરોથી ટાઉન હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
માજી વનમંત્રી મોતીભાઈ વસાવાએ કોરોના કાળમાં જાન ગુમાવનારા કાર્યકર્તાઓને શ્રધ્ધાંજલી અર્પી હતી. જયારે માજી વનમંત્રી શબ્દશરણ તડવીએ રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ અનુમોદન આપ્યું હતું અને સમગ્ર કારોબારીએ તેને મંજુર કર્યો હતો. સોશીયલ મીડીયા અને આઇ.ટી.સેલ દ્વારા નર્મદા જિલ્લાના પોતાના સોશીયલ મિડીયા પેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં તમામ સોશીયલ મીડીયા પેજનો શુભ આરંભ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ટ્વીટર ‘ફેસબુક,ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયામાં હવે નર્મદા BJP સક્રિય રહેશે. છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી કાર્યકર્તાઓને આ તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા હાકલ કરી હતી.
વંદેમાતરમ નાગાન અને દીપ પ્રાગટ્ય સાથે કારોબારીની શરૂઆત કરાયા બાદ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કાર્યકરોને પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે આગામી યોજાનાર કાર્યક્મ અંગેની જાહેરાત કરી હતી તેમજ આગામી ચૂંટણીઓના અનુસંધાને કાર્યકરોને સજ્જ અને તત્પર રહેવા ચૂંટણી જંગ જીતવાનો મંત્ર આપ્યો હતો.કાર્યકરોને વિવિધ કામગીરી અને જવાબદારી સોંપાઈ હતી. સરકારની યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડવા કર્યો અને અનુરોધ કર્યો હતો.
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ નર્મદા ભાજપના આગામી કાર્યક્રમોની માહિતી અને રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે” કમલમ નર્મદા” નામનું કાર્યાલય શરૂ કરાશે જેનું ભૂમિપૂજન પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કરાશે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બુથ સમિતિ બનાવવાની જવાબદારી બુથ સમિતિના અધ્યક્ષ અને પ્રભારી અને સોંપી હતી. તે ઉપરાંત નર્મદા જિલ્લામાં “વનડે વન ડિસ્ટ્રીક્ટ ” નામનો કાર્યક્રમ નર્મદામા યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. એ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં યોજનારી મંડળ કક્ષાની મીટીંગ અંગેની માહિતી આપી હતી. જેમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ તાલુકામાં આવેલ કુલ 90 તાલુકા પંચાયતની બેઠકોમા ગ્રામીણ શક્તિ કેન્દ્રો અને રાજપીપલા નગરપાલિકાના 7 વોર્ડમા શહેરી શક્તિ કેન્દ્રો મળી કુલ 97 શક્તિ કેન્દ્રોની રચના કરવાની જવાબદારી સોંપી હતી. ઉપરાંત દરેક તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કામોની યાદી તૈયાર કરી લોકો સુધી પહોંચાડવા તથા મંજૂર થયેલા વિકાસના કામોમાં લોકોને કેવી રીતે સામેલ કરવા તેનું માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતે જ ઉમેદવાર છે સમજીને ૨૫,૦૦૦ મતથી વિજયી થવાના સંકલ્પ સાથે સંકલ્પ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત” હર ઘર દસ્તક” કાર્યક્રમ હેઠળ પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે જઈને કોરોનાની સો ટકા વેક્સીનેશન થાય તે માટેની જવાબદારી સોંપી હતી. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મફત અનાજ આપવાની યોજના માર્ચ મહિના સુધી લંબાવી છે તે કેન્દ્ર સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો પાર્ટીમાં તે યોગદાન કર્યું છે તેવા લોકોને યાદ કરવા તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ જન્મદિવસ ઉજવવા અને પાર્ટીનું લક્ષ સત્તા મેળવવાનું અંતિમ લક્ષ નથી પણ સત્તાના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવાનું પાર્ટીનું લક્ષ છે તેમ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નર્મદા ભાજપાના મહામંત્રી નીલભાઈ રાવે કર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા