પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન ચાસવડ દુધ ડેરીમાં ભારત વર્ષમાં શ્વેતક્રાંતિ-દુધ ક્રાંતિના જનક ડૉ.વગીઁસ કુરીયનની ૧૦૦ જન્મજયંતિ અને ભારતીય બંધારણ ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરીને રાષ્ટ્રીય દુધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકારના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય દૂધ દિવસના અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટેનો કાર્યક્રમ ગુંદીયા ગામે યોજ્વામાં આવ્યો હતો. પશુપાલન નિષ્ણાંત પશુઓનું આરોગ્ય જળવાઈ અને તેની જાળવણી માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે મિનરલ પાઉડર અને કૃમિની દવા આપવામા આવી હતી. તેના ઉપયોગ વિષે માહિતી આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, મેનેજર સુરેશભાઈ પટેલ અને ડિરેક્ટર સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગ : ગુંદીયા ગામે રાષ્ટ્રીય દુધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સારવાર કેમ્પ યોજાયો.
Advertisement