૨૬ નવેમ્બર એટલે સંવિધાન દિવસ અને સંવિધાન રચનાર ડાૅ. બાબાસાહેબ આંબેડકર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર વિધિ તથા સંવિધાન પ્રતિજ્ઞા, સહિતના કાર્યક્રમો ભરૂચ રેલ્વે સ્ટેશન પર યોજાયા હતા. તેમજ સાંજે દરેક વિસ્તારમાં પોતાના ઘરે દિવા પ્રજ્વલિત કરી સંવિધાન દિપોત્સવ ઉજવણી કરવા આહ્વાન કરાયું છે. સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા બંધારણનું પાલન થાય તે માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.
ભારતરાષ્ટ્રના બંધારણને ૭૨ વર્ષ થયા છતાં આજે તેમાં અંકિત કરેલા અધિકારો દેશ અને સમાજને પૂર્ણ તહત મળી શક્યા નથી પરંતુ બહુજન સમાજના આદિવાસી – અનુ. જાતિ તથા ઓ.બી.સી માંડલ પંચના આ બંધારણીય અધિકારો જેવા કે મફત અનિવાર્ય શિક્ષણ અને નોકરીઓ જીપીએસસી-યુપીએસસમાં અનામત તેમજ રાજકીય ક્ષેત્રે ગ્રામ પંચાયત થઈ વિધાનસભા- પાર્લામેન્ટ સુધી રાજકીય અનામત, સંવિધાનમાં તેમનાં માટે વિવિધ યોજનાઓ મારફતે વિકાસ માટે બજેટ જોગવાઈઓ હોવાં છતાં નોકરીઓમાં માત્ર બે થી ત્રણ ટકા અનામત અમલવારી થઈ શકી છે, ઓબીસી વર્ગના 52% વસ્તી ધરાવતા સમાજ માત્ર 27% અનામત તથા એમાં પણ ક્રિમીલેયર ક્લોઝ મારફતે ગ્રહણ લગાવી તેમને વિકાસના અધિકારથી વંચિત રાખવામાં આવતા હોવાના આક્ષેપો પણ થયા છે. ઓબીસી તથા અનુસુચિત જાતિ જનજાતિની બંધારણીય અધિકારની જોગવાઈ હોવા છતાં આવક મર્યાદા અઢીથી ત્રણ લાખ જ્યારે બંધારણ વિપરીત સવર્ણ અનામત માટે ૬ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા આવા તો અનેક ગેરબંધારણીય કાર્ય થયા હોવાના આક્ષેપ પણ વિવિધ અનુસૂચિત જાતિના સંગઠન કરી રહ્યા છે.
ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ-ઈન્સાફ બીએમજી સંગઠન દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણનું પાલન થાય તે માટે સંકલ્પ લેવાયા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીમાં જીવ ગુમાવેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંવિધાન દિવસની સંધ્યા કાળના સમયે સૌ લોકો પોતાના ઘરઆંગણે દીપ પ્રગટાવી સંવિધાન દિપોત્સવની ઉજવણી કરી સમાજને સંવિધાનની સાચી જાણકારી પહોંચાડી જવાબદારી નિભાવી સમાજનું ઋણ અદા કરવાા પ્રયાસો કરી રહ્યા છે.
ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ.
Advertisement