ભરૂચના ટેલીફોન એકસચેન્જની પાસે, આલીપુરા કાછીઆવાડમાં આવેલ શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વડોદરા વિભાગ આર.એસ.એસના સંધચાલક બલદેવ પ્રજાપતિ, સંતો, આગેવાન પદાધિકારીઓ, કાછીઆ પટેલ સમાજના આગેવાન અને ચેરમેન દિવ્યેશ પટેલ તેમજ સમાજના અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં નવીનીકરણ પામેલ મસાલા પંચની વાડીનું લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં બીએપીએસના કોઠારી અનીર્દેસદાસ સ્વામી, ભરૂચ દાંડીયાબજાર મંદિર ખાતે આવેલ વડતાલ સંપ્રદાયના પૂ.શાસ્ત્રી તત્વ સ્વામી સ્વરૂપાદાસજી, પૂ.મુકતાનંદ સ્વામી, ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા, વડોદરા વિભાગ આર.એસ.એસના સંધચાલક બલદેવ પ્રજાપતિ, ડો. કૌશલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીઆ, નરેશ ઠકકર, શ્રી માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને સામાજીક આગેવાન ધનજી પરમાર, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશભાઇ ધુળાભાઇ કાછીઆ પટેલ, ભરૂચ નગરના આર.એસ.એસના સંધ ચાલક હરિહર ભટૃ, પૂર્વ નગરસેવા સદનના પ્રમુખ અને ભૃગૃપુર મોઢ મોદી સમાજના મુખ્ય ટ્રસ્ટી શંકરભાઇ ગાંધી, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ઝોનના મંત્રી અજય વ્યાસ, ગુજરાત કાછીઆ પટેલ સમાજના આગેવાનો સર્વ યોગેશભાઇ ધાણાવાલા, જયંતિભાઇ પટેલ, કૈયુરભાઇ જે.પટેલ, નરેશભાઇ પટેલ સહિત અનેક આગેવાનોએ શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી ભરૂચ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટના ચેરમેન દિવ્યેશ ધીરજલાલ પટેલ સહિત સમગ્ર ટીમને એકતા- સંગઠન- સમર્પણની ભાવનાને બિરદાવી હતી અને કાછીઆ પટેલ સમાજ સાથેના પોતાના સંસ્મરણોને વાગોળયા હતા જરૂર પડે મદદ કરવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન હોવા છતાં સાંસદ મનસુખભાઇ વસાવા અને પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલે પોતાના શુભેચ્છાની લાગણી વ્યકત કરી હતી.
આ વેળાએ શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીની સમગ્ર ટીમ દ્વારા ઉકત તમામ મહાનુભાવોનું શાલ- ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સન્માન કરાયું હતું. સંતો અને આગેવાનો દ્વારા નવીનીકરણ પામેલ મસાલા પંચની વાડી માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરનાર ચેરમેન દિવ્યેશ પટેલનું પણ સન્માન કરાયું હતું. આ તબકકે વાડી નિર્માણમાં મહત્વની કામગીરી કરનાર સંજયભાઇ અને અનિલભાઇનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન દિવ્યેશભાઇ પટેલ, પ્રમુખ જીતેન્દ્રભાઇ એન.પટેલ સહિત શ્રી કાછીઆ પટેલ મસાલા પંચના કારોબારી સભ્યો, યુવા કાર્યકરો, સમસ્ત સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
નવીનીકરણ પામેલ ભરૂચની શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીનું લોકાર્પણ કરાયું.
Advertisement