દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947 માં આઝાદી મળ્યા બાદ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં 1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને તૈયાર કરવા માટે તે સમયે 6.24 કરોડનો ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી 1949 ના 26 મી નવેમ્બરના રોજ કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણવામાં આવે છે. ત્યારે ગતકાલે સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાઇટિંગથી શણગારવામાં આવી હતી. વિવિધ લાઇટિંગથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શણગારવામાં આવતા તે લોકો માટે આકર્ષિત કેન્દ્ર બન્યું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement