Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી.

Share

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવી દીધું છે કે BLO ની કામગીરી GARUDA APP દ્વારા શક્ય નથી. નિયત સમયમર્યાદામાં આ કામગીરી કરવી શક્ય નથી. આ કામગીરી કરશે તો મતદાર યાદી ક્ષતિવાળી બનશે. દરેક શાળામાં હાલ કોમ્યુટર ઇન્ટરનેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે ત્યારે બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોઈ તમામ ફોર્મ GARUDA APP BLO દ્વારા સમય મર્યાદામાં ઓનલાઈન કરવા અશક્ય હોવાનું જણાવ્યું છે.

આવેદનમાં જણાવ્યું છે કે ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ BLO કે જે મોટેભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો છે. સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જ્યારથી આપ ધ્વારા GARUDA APP દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારથી તે BLO ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શક્ય લગતી નથી જેવી કે કેટલાક BLO ટેક્નોલોજીનો મર્યાદિત જ ઉપયોગ કરતાં હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલ
ભરેલી લાગે છે. અને તેઓ આ કામગીરી કરશે તો મતદાર યાદી ક્ષતિવાળી બનશે તેવી સંભાવનાપણ લાગે છે.

દરેક શાળામાં હાલ કોમ્યુટર ઇન્ટરનેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી જેથી શાળા કક્ષાએ રહીનેપણ આ કામગીરી કરવી અસંભવ છે. શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે. કોવિડ -19 ના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી જે બંધ હતું તે હાલ ચાલુ થયું હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોઈ તમામ ફોર્મ GARUDA APP BLO દ્વારા સમય મર્યાદામાં ઓનલાઈન કરવા અશક્ય છે. શાળા સમય દરમ્યાન ડોર ટુ ડોર જઈને કામગીરી કરવામાં પણ શાળાના બાળકોના શિક્ષણ પર અસર પડતી હોય છે. ઉપરાંત મોટાભાગની શાળામાં હાલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેકટ લાગુ કરવામાં આવેલ હોવાથી તેનો માપદંડ સિદ્ધ કરવા માટે પણ તમામ શિક્ષકોએ કે જે BLO છે તેમને પણ કામગીરી કરવાની હોય છે અને જો તે કામગીરી સમય મર્યાદામાં ન થાય તો અમારી શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ઠપકો આપવામાં આવતો હોઈ ડોર ટુ ડોરની કામગીરી કરવી અશક્ય છે.

Advertisement

ઓનલાઈન ફોર્મ ભરવા માટેના આપ દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્લેટફોર્મ પણ ક્ષતિવાળા હોવાથી ઘણીવાર એક જ ફોર્મ માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હોય છે. જેના કારણે સમય વેડફાય છેઅને કામગીરી કરવામાં નિરાશા પણ આવે છે. આ કામગીરી અંતર્ગત ફોર્મ એકંદર કરી ઓફિસ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક BLO ને ઇન્ટરનેટ કનેક્શન સાથે ટેબલેટ પૂરું પાડવું જેથી આ કામગીરી થઈ શકે. આ ઉપરાંત પણ વિવિધ કારણોસર આ કામગીરી BLO દ્વારા કરવી યોગ્ય ન જણાતા આવેદન છે કે આ કામગીરી માટેનો અન્ય કોઈ વ્યવહારુ ઉકેલ શોધવામાં આવે અને BLO નીકામગીરી કરતાં શિક્ષકોને GARUDA APP કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તો યોગ્ય રહેશે. તમામ BLO આ નક્કી કરેલ દિવસે તમામ પ્રકારના ફોર્મ સ્વીકારવા તૈયાર છે, પરંતુ તે તમામ ફોર્મની ઓનલાઈન કરવાની કામગીરી માટે ઉપરોક્ત કારણોસર જે મુશ્કેલીઓ પડે છે તે જોતાં કામગીરી કરવી અસંભવ હોઈ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘવતી આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપારડી પંથકમાં વરસાદનાં પુન: આગમનથી ખુશીનો માહોલ.

ProudOfGujarat

તેજસ્વિન શંકરે કૉમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, હાર્ઇ જંપમાં દેશને અપાવ્યો પ્રથમ મેડલ.

ProudOfGujarat

ભરૂચ : કોવિડથી મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!