ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આહીર સમાજ દ્વારા સતત 14 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનોમાં આત્મીય ભાવ રહે, સમાજના યુવાનો વ્યસન મુક્ત રહે અને સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય આવા શુભ હેતુથી દર વર્ષે આહીર સમાજના યુવાનો દ્વારા અલગ-અલગ ગામો ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ક્રિકેટ ટુર્નામેન્ટ બારથી પંદર દિવસ સુધી ચાલે છે.
ભરૂચ તાલુકાના નિકોરા ગામે આહીર સમાજ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે ભરૂચ તાલુકાના નિકોરા ગામ ખાતે આહિર સમાજની APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું જે ટુર્નામેન્ટ તારીખ 11 નવેમ્બરથી ૨૪ નવેમ્બર સુધીનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં આહિર સમાજની ભરૂચ જિલ્લાભરમાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો જેમાં તારીખ 24 /11/ 2021 ને બુધવારના રોજ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ફાઇનલ મેચમાં ભરૂચની શિવ શક્તિ અને દહેજ ગામની ક્રિષ્ના ઇલેવન ટીમો વચ્ચે આમને-સામને મુકાબલો થયો હતો. જેમાં દહેજની ક્રિષ્ના ઇલેવનને ટોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી જ્યારે ભરૂચની શિવ શક્તિ ઇલેવન ટીમે બેટિંગ કરી બાર ઓવરમાં 123 રન બનાવ્યા હતા, જ્યારે દહેજની ક્રિષ્ના ઇલેવન ટીમે 12 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
ભરૂચની શિવ શક્તિ ટીમનો વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝની ટ્રોફી ભરૂચના બ્રિજ બળદેવભાઈ આહિરને મળી હતી જેમાં ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા આહિ સમાજના પ્રમુખ ડાહ્યાભાઇ આહિર, આહિર સમાજના આગેવાન ભરત ભાઈ આહીર, નગીનભાઈ આહીર, દિનેશભાઈ આહીર, કલાદરા સહિતના આહિર સમાજના યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ જોવા ઉત્સાહ અને ઉમંગથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિકોરા ગામના સરપંચ હીરાભાઈ આહીર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી તથા સંપૂર્ણ 14 દિવસ નિકોરા ગામના યુવાનોએ કરેલી સેવાને પણ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડિ. એમ આહીર દ્વારા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવ શક્તિ ટીમ વિજેતા બની.
Advertisement