Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ એવોર્ડ “સ્કોચ એવોર્ડ -2021″માટે નર્મદા જીલ્લાના ચાર મહત્વના પ્રોજેક્ટ નોમિનીટ કરાયા.

Share

સમગ્ર નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, નર્મદા જિલ્લાના ચાર મહત્વના ઉત્તમ કહી શકાય એવા ચાર પ્રોજેક્ટને નેશનલ એવોર્ડ “સ્કોચ એવોર્ડ” માટે નોમિનીટ કરાયા છે. SKOCH AWARD-2021 માટે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રજુ કરેલ ચાર પ્રપોઝલ કમ પ્રેઝનટેશન (૧) NODHARA NO ADHAAR PROJECT (૨) SPECIAL INNOVATIVE WORKS IN NARMADA DIST (૩) RESPONDS TO COVID-19 અને (૪) TOURISM INTIATIVAE IN NARMADA DISTRICT ને નેશનલ લેવલ પર SKOCH AWARD માટે શોર્ટ લીસ્ટ કરેલ છે અને નેશનલ લેવલ પર આ પ્રોજેકટનુ પ્રેઝનટેશન નેશનલ જ્યુરી સમક્ષ આવતીકાલે તા. ૨૫/૧૧/૨૦૨૧ના રોજ સમગ્ર દિવસ દરમિયાન થનાર છે.

આ પ્રેઝનટેશનના અંતે ૫:૪૦ કલાકે ચારેય પ્રોજેકટ માટે SKOCH GROUP દ્વારા વેબ પેજ ક્રિએટ કરવામાં આવશે અને તેવા કિસ્સામાં તેની લીંક પણ જનરેટ કરવામાં આવશે. જેમાં વોટીંગ કરવાનુ થાય છે. આથી તમામ સંકલનના અધિકારી તથા આપના આઈ.ટી. સ્ટાફને સાથે રાખી અત્રેથી આ અંગે વોટીંગ લાઈન અંગેનો જેવો મેસેજ મળે તેવુ તુર્તજ વોટિંગ શરૂ થશે. વોટીંગ લાઈનની લીંક ઉપર ખુબ જ ઓછા સમયમાં મહત્તમ વોટીંગ થાય તેવા પ્રયત્નો નર્મદા જિલ્લા માટે હાથ ધરવા જોઈએ. વોટીંગ લાઈનનો સમયગાળો મહતમ બે દિવસ જેટલો આપવામાં આવનાર છે. વધુમાં આ વોટીંગ લાઈનની લીંકને સોશીયલ મીડીયાના જે પણ માધ્યમથી જોડાયેલા હોય તે તમામને મોકલવા તેમજ મહત્તમ વોટીંગ થાય તેવા પ્રયત્નો કરવા અને કરાવવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વોટિંગમા 80% જયુરી દ્વારા, 20% પિયર્સ (લિંક મા જોડાનાર )અને 10% પબ્લિક દ્વારા કૂલ 110% વોટિંગ થવાનું છે. જેમાં દરેકમા સૌથી વધુ વોટ જેને મળશે તેને પ્રથમ પ્લેટીનમ એવોર્ડ, દ્વિતીય ગોલ્ડ અને તૃતીય સિલ્વર એમ ત્રણ એવોર્ડ જાહેર થશે. આ એવોર્ડમા ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. નર્મદા જિલ્લાના કુલ ચાર પ્રોજેક્ટના નોમિનેશન છે. વોટીંગને આધારે ચારેય એવોર્ડ પણ મળી શકે છે. જેમાં સૌથી વધારે પ્રાયોરિટી નર્મદાના “નોંધારાના આધાર “પ્રોજેક્ટને અપાઈ રહ્યો છે. જેને જિલ્લા કલેકટર નર્મદાના ડી એ શાહે અંગત રસ લઈને આ ઉત્તમ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે સમગ્ર ગુજરાતમા નિરાધારો માટેનો ઉત્તમ પ્રોજેક્ટ તરીકે વખણાઈ રહ્યો છે. 2003 થી નેશનલ એવોર્ડ “સ્કોચ એવોર્ડ “તરીકે અપાઈ રહ્યો છે. 2021 મા નર્મદાને આ એવોર્ડ મળશે તો સેવાકીય ક્ષેત્રે માનવતાવાદી આ ઉત્તમ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં અને દેશભરના ગરીબો માટે ઉત્તમ પ્રોજેક્ટ બની જશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ડ્રાઇવરની બેદરકારીના કારણે બાળકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં તથા માંડવા ટોલનાકા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ગુજરાતમાં જળસંકટના એંધાણ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં 26 સેમીનો વધારો થતા સરકારને હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!