મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસની ઉમરપાડામાં જનજાગરણ યાત્રા મોંઘવારી અને બેરોજગારી, પેટ્રોલ, ડીઝલ રાંધણગેસ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, અનાજ, તેલ મોંઘુ અને શિક્ષણ ફી ના વિરોધમાં તેમજ આદિવાસી સમાજના જાતિના દાખલા મેળવવા માટે પડતી મુશ્કેલીઓના વિરોધમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા કાર્યાલયથી બજાર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોરચાર સાથે નીકળેલી પદ યાત્રા નીકળી હતી.
આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા મેળવવા માટે સરકારના નવા પરિપત્રથી મુશ્કેલી ઊભી થયેલ છે જેમાં દાદા દાદાના પેઢીનામાની માંગણી કરતું નવું પરિપત્ર સરકાર દ્વારા રદ કરવામાં આવે અને આવનાર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં જૂની પદ્ધતિ પ્રમાણે જાતિનો દાખલો કાઢી આપવાની માંગ કરી છે. આ પ્રસંગે હરીશ વસાવા, ભુપતભાઈ મૂળજીભાઈ, નટવરસિંહ રામસિં,હ અશોક દારાસિંહ વિગેરે કાર્યકરો હાજર રહીને પદયાત્રામાં જોડાયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ