દિવાળી વેકેશન પૂરું થતાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠયા છે ત્યારે ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ આત્મીય ગ્રીન સ્કૂલમાં CBSE ના આજથી ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ 21 મહિના બાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું. અત્યાર સુધી ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી શાળામાં બાળકોને મૂકવા હાજર રહ્યા હતા.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઇન વર્ગો પણ શરૂ થઈ ચૂકયા છે ધો.1 થી 5 ની સાથે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે પુષ્પવર્ષા કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. તો બીજી તરફ ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવકારતા ગરબાના તાલે ઝૂમી હર્ષ અને ઉમંગનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા કોરોના ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ ગો કોરોના ગો ના રંગોળી પ્રદર્શને અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડીયાએ માર્ગદર્શન અને પ્રેરણાથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જૂની કોરોનાની ગાઈડલાઈન હતી તેમાં થોડી રાહત આપીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે બાલમંદિર અને નર્સરી માટે હજી કોઈ નિર્ણય કરાયો નથી. વાલીઓની સંમતિ સાથે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેથી સ્કૂલ કેમ્પસ બાળકોના કિલ્લોલ સાથે ગૂંજી ઉઠ્યું હતું.
ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ખાતે આજથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે આવકારવામાં આવ્યા.
Advertisement