Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા મામલતદાર કચેરીમાં રૂ. 1000 ની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ.

Share

રાજપીપળા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાંદોદ તાલુકાના ધારીખેડાની મહિલા તલાટી મનિષાબેન બળદેવભાઈ રાવત રૂ. એક હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ફરિયાદીના સાત બાર અને આઠ અ માંથી નામ કમી કરવાનું કામકાજ માટે આ મહિલા તલાટીનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા તલાટીએ રૂપિયા 1000 ની માંગણી કરી હતી. ફરિયાદીએ એસીબી નર્મદાને લાંચ અંગેની ફરિયાદ કરી હતી. જે અનુસંધાને એસીબી નર્મદાએ છટકું ગોઠવીને મહિલા તલાટીને 1000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એક મહિલા તલાટી દ્વારા લાંચ ઘટનાથી મામલતદાર કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માછીમાર સમાજ નર્મદા નદીના અસ્તિત્વ અંગે મેદાનમાં.સંઘર્ષ યાત્રાનું કરેલ આયોજન…

ProudOfGujarat

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!