પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે ભૂરાવાવ વિસ્તારના અંકુર શાળામાં આવેલી સોસાયટીમાં એક મકાનમાં યોજાયેલી બર્થડે પાર્ટીમાં નડિયાદમાથી કેટલાક ખ્રિસ્તીધર્મના લોકો આવ્યા હતા. તેઓ ધર્મ પરિવર્તન કરાવવા આવ્યા હોવાના સ્થાનિકો આક્ષેપને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરવામા આવ્યો છે અને નડીયાદથી આવેલા ખ્રિસ્તી ઇસમોના નિવેદનો લેવાઈ રહ્યા છે.
ગતરાત્રે બનેલી ગોધરાની ટોક ઓફ ધ ટાઉન બનેલી નડીયાદથી આવેલા ખ્રિસ્તી ધર્માંતરણની ચર્ચાની ઘટનામાં ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ જતા આવતી શિવ શક્તિ સોસાયટીમાં રહેતા હિન્દુ પરીવારના ઘરે બર્થ-ડે પાર્ટીમાં ૧૫ વ્યક્તિ નડીયાદથી આવેલા હતા જે તમામ ખ્રિસ્તી ધર્મના હોવાનું જાણવા મળ્યું છે. આ ૧૫ વ્યક્તિ જે હિન્દુ પરીવારના ઘરે બર્થ-ડે પાર્ટીમાં આવ્યા હતા તેઓ હિન્દુ પરીવારને ખ્રિસ્તી ધર્મ અપનાવવા કરાવવા માટે આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ આ અગાઉ પણ તેઓ અહિં અનેકવાર આવી ચૂક્યા હતા. જેને લઇને આસપાસના રહેવાસી તેમજ અલગ અલગ સમાજનાં લોકોને ખબર પડતાં અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આ ગેરકાયદેસરની પ્રવૃતિનો વિરોધ કરવા માટે એકઠા થઈ જતાં ઓહાપો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં હિન્દુ પરીવારના રહેઠાણે મામલો અનિયંત્રિત થતાં પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી મામલો થાળે પાડયો હતો તેમજ DySp હિમાલા જોષીનાં ચાર્જ હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી