ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા રેન્જ વડોદરા તથા ભરૂચનાં પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અસામાજિક પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારા પર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને નાયબ પો.અધિક્ષક ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન દ્વારા ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.
જેની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં બાતમી મળેલ કે એક સફેદ કલરનો બંધ બોડીનો ટ્રાન્સપોર્ટનો આઇસર ટેમ્પો જેનો રજી.નં. GJ-24-X-2679 છે જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ને.હા. 48 ઉપર થઈ સુરતથી અંકલેશ્વર આવનાર છે જેના આધારે પોલીસ વોચમાં હતી તે દરમિયાન અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પોલીસની વોચ દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવતા ટેમ્પામા બેસેલ બે ઇસમો (1) ફિરોજખાન ફરીદખાન પહાણ (2) મયૂદ્દીન કરામત અલી ફકીર ને પોલીસે જુદા-જુદા બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કુલ રૂ.56,200, મોબાઈલ કિં.રૂ.500 અને આઇસર ટેમ્પાની અંદાજિત કિં.રૂ. 7 લાખ મળી કુલ રૂ. 7,56,700 નાં મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે તેમજ વોન્ટેડ આરોપીને શોધવાની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર : આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીની અટક…
Advertisement