Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ ખાતે અંગત અદાવતમાં એક યુવકની હત્યા, માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઝઘડામાં અપાયો હત્યાને અંજામ…

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૨૩ ની મોડી રાત્રીના ૩ થી ૪ વાગ્યાના સુમારે માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે ઈસમો વચ્ચે સર્જાયેલ મારામારીની ઘટનામાં એક ઇસમનું મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ટાવર ફળિયા વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય રમણ ભીખાભાઈ રાઠોડ નાઓની તેઓના જ ફળિયામાં રહેતા રોહિત ઉર્ફે મેલો પ્રવીણભાઈ રાઠોડ નામના ઇસમે લાકડાંના દંડા વડે હુમલો કરી હત્યાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે.

Advertisement

અંગત અદાવતમાં મોડી રાત્રે સર્જાયેલ આ ખૂની ખેલ બાદ હત્યારો રોહિત સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, સમગ્ર ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક દહેજ પોલીસ મથકે મામલે જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોચી મામલે તપાસ હાથધરી મૃતક રમણની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સમગ્ર મામલે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ચોરીનાં ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

નેત્રંગ : કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીમાં વિલંબ

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!