Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

Share

સમગ્ર ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ શિયાળાના પ્રારંભે જ ચૂંટણીના ધમધમાટથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને સરપંચ બનવા ઝંખતા મુરતિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ડિસેમ્બર-૨૦૨૧ માં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા અંગે તા.૨૨/૧૧/૨૦૨૧ થી જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ અત્રેના નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં-૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકામાં ૨૭-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં ૩૬-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૧-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, દેડીયાપાડા તાલુકામાં ૩૯-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૪-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી તેમજ સાગબારા તાલુકામાં ૩૦-ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી કોઇ નથી. આમ, કુલ મળી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૨/૧૧/૨૦૨૧ ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવતી હોય, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા અંગેની આદર્શ આચાર સંહિતાના અમલ બાબતની તમામ સૂચનાઓ/જોગવાઇઓનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા નોડલ અધિકારી , રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપલા તરફથી અમલીકરણ અધિકારીઓ સહિતના સંબંધિત તમામને જાહેર અનુરોધ કરાયો છે.

Advertisement

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણીના કાર્યક્રમ મુજબ ચૂંટણીની જાહેરાતની તારીખ:-૨૨-૧૧-૨૦૨૧, ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ:-૨૯-૧૧-૨૦૨૧, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ:-૦૪-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તારીખ:-૦૬-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ:-૦૭-૧૨-૨૦૨૧, મતદાનની તારીખ તથા સમય :- ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી, પુનઃ મતદાનની તારીખ :- (જરૂરી જણાય તો) ૨૦-૧૨-૨૦૨૧, મતગણતરીની તારીખ:-૨૧-૧૨-૨૦૨૧ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ:-૨૪-૧૨-૨૦૨૧ નિયત કરાઇ છે, જેની જાહેર જનતાને નોંધ લેવા નોડલ અધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટર, નર્મદા-રાજપીપલાની યાદીમાં જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતમાં 3 વર્ષમાં બોગસ પેપર ઉપર 24 વાહનો બતાવીને HDFC બેંકમાંથી 3.54 કરોડની લોન લઇને ઠગાઇ : 18 આરોપી સામે ફરિયાદ.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું નામ બદલી કલેશ્વરી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

ProudOfGujarat

ઝઘડિયા : બાવાગોર દરગાહનાં પહાડ પર યાત્રાળુઓનાં પૈસા ચોરનાર પકડાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!