Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ઘઉંની વૈજ્ઞાનિક પધ્ધતિ” વિષય ઉપર ખેડુતોના મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ માટે સેમિનાર યોજાયો.

Share

અત્યારે શિયાળુ સિઝન ચાલી રહી છે ત્યારે ખેતીમાં મહત્વના એવા શિયાળુ પાક “ઘઉંની વૈજ્ઞાનિક પધ્ધતિ” વિષયને આવરી લઇ આત્મા પ્રોજેક્ટ, ફાઉન્ડેશનના સાથ સહકારથી ડાયલ આઉટ ઓડીયો કોન્ફરન્સ યોજવામાં આવ્યો હતો.

જેમાં પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓના ૩૦૪ ફાર્મરફ્રેન્ડ/ખેડુતમિત્રો મારફતે ૧૦૦૦ થી વધુ ખેડુત ભાઇઓ/બહેનોને સાંકળી ડૉ.આર.એન.પટેલ, નિવૃત સંશોધન વૈજ્ઞાનિક, દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ,એ.આઇ.પઠાણ તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા યોગેશ જી.પટેલ પંચમહાલ દ્વારા “ઘઉંની વૈજ્ઞાનિક પધ્ધતિ” વિષય ઉપર ખેડુતોના મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં આવેલ. જેમાં ઘઉંની ખેતીને લગતા વાવેતર સમય, બિયારણ સબંધીત, પિયત વ્યવસ્થા, ખાતર વ્યવસ્થા, ઉધઇ નિયંત્રણ, રોગ/જીવાત નિયંત્રણ વગેરે જેવા ખેડુતોના મુઝવતા પ્રશ્નો આવરી લઇ તેનુ નિરાકરણ સદર ઓડીયો કોન્ફરન્સ દરમ્યાન કરેલ હતુ. વધુમાં જણાવવાનુ કે ખેડુતોને ખેતી, પશુપાલન, બાગાયત,હવામાન, બજારભાવ સબંધીત અન્ય બીજા કોઇપણ મુઝવતા પ્રશ્નો હોય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ ધ્વારા પણ તેનુ નિરાકરણ મેળવી શકે છે. સમગ્ર કાર્યક્રમનુ રીલાયન્સ ફાઉન્ડેશન વતી ભાવેશભાઇ પટેલ ધ્વારા સંચાલન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो आज अपनी डायरेक्ट-टू-ओटीटी फिल्म ‘पोनमगल वंधल’ का पहला डिजिटल प्रीमियर करेंगे होस्ट!

ProudOfGujarat

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં ફાયર અને સેફ્ટી સિસ્ટમનું કરાયું ઉદ્દઘાટન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!