Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ઈલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

Share

પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને ખાસ ઝુંબેશના ભાગરૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવે તેવો અનુરોધ કરતા ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલ પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૦૧/૧૧/૨૦૨૧ થી તા ૩૦/૧૧/૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમા થયેલ કામગીરીની સમીક્ષા અંગે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબઝર્વરશ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદન -૧ ના સભાખંડમાં ઓબઝર્વરને પુષ્પગુચ્છ આપી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Advertisement

જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરતા ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલને ફોર્મ નંબર ૬ ની અરજીઓ, ફોર્મ નંબર ૭ ની અરજીઓ, ફોર્મ નંબર ૮ ની અરજીઓ તેમજ ફોર્મ નંબર ૮ ક ની અરજીઓ કેટલી મળી છે. તેની થયેલ કામગીરીની વિગતો વિડીયો પ્રેઝન્ટેશન દ્રારા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી નેહાબેન ગુપ્તાએ રજુ કરી હતી તેને નિહાળી ઓબઝર્વર રાજકુમાર બેનીવાલે ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન સાથે રચનાત્મક માર્ગદર્શન આપી જિલ્લામાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વધુમાં વધુ અસરકારક બનાવી ખાસ ઝુંબેશના ભાગરૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવે તેના થકી આ કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદભાર ગ્રહણ કર્યો.

ProudOfGujarat

જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!