Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

Share

કોરોના મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ની વર્ગો શરૂ કરવામાં આવતા આજે અંકલેશ્વરના શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવ્યા હતા તેમજ અંકલેશ્વરના શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વૈશ્વિક મહામારી કોરોના બાદ ધોરણ 1 થી 5 ના વર્ગો ઘણા લાંબા સમયથી ઓનલાઇન ચાલતા હતા જેમાં શિક્ષણ મંત્રી દ્વારા તાજેતરમાં ધોરણ 1 થી 5 ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતા આજરોજ અંકલેશ્વર તેમજ ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં સરકારી ગાઇડલાઇન મુજબ તમામ બાળકોને સેનેટાઈઝર કરી તેમજ કુમકુમ તિલક અને મોં મીઠુ કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે શાળાનો પરિવાર શિક્ષક તેમજ ટ્રસ્ટી કિશોર સુરતી, પ્રિન્સિપાલ દિપીકાબેન મોદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા સેવા સદનમાં રૂા.૮ લાખના ખર્ચે જન સેવા કેન્દ્ર સહિત ૮ જેટલાં એક્વા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખુલ્લી મૂકાઇ.

ProudOfGujarat

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

વડોદરાના ફાયર ઓફિસર સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!