ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. હવે તંત્ર દ્વારા દીવાલો પર સરકારી યોજનાઓની જાહેરાત તેમજ યોજનાઓ અંગે અન્ય પ્રચાર પ્રસારની તમામ બાબતોને દૂર કરવામાં આવશે. આચારસંહિતાનાં કડક અમલ સાથે પંચાયતની ચૂંટણીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે ત્યારે ગામે ગામ કોણ ઉમેદવારી કરશે અને કોણ નહીં કરે તેના સમીકરણો પણ મુકાવા માંડયા છે.
ભરૂચ જિલ્લાની 483 ગ્રામપંચાયતો અને 20 પંચાયતોમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે 500 કરતાં વધુ ગામોમાં ચૂંટણી અંગેનો રાજકીય ગરમાવો ખૂબ વધી ગયો છે. તાજેતરમાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠન મજબૂત કરવા અંગે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હવે આચારસંહિતાની અમલ શરૂ થતાં જ ખાતમુહૂર્ત વિધિ લોકાર્પણ તેમજ યોજનાઓની જાહેરાતો પર કેટલાક દિવસો માટે અલ્પવિરામ લાગી જશે એમ ચર્ચાય રહ્યું છે.
Advertisement