ઝગડિયા જીઆઇડીસીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી (ટ્રીટમેન્ટ વગર) ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા કાંટીયાજાલ દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ ૨૪/૦૯/૨૧ ના રોજ ખેડૂતોને તેમના ખેતરોમાં પ્રદુષિત પાણી વહી રહ્યા હોવાની જાણ થતા તેમના દ્વારા NCT ના સત્તાધીશોને આ બાબતની મૌખિક/લેખિત ફરિયાદ કરવામા આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કલેકટર સાહેબ અને નાયબ કલેકટર સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું જે બાદ નાયબ કલેકટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયું હતું અને સમાધાન પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ સમાધાન મુજબ એક મહિના બાદ પણ વળતર ના ચુકવવામાં આવતા આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કલેકટર સાહેબ, નાયબ કલેકટર સાહેબ અને NCT ને આવેદન આપી સમાધાનમાં નક્કી થયા મુજબનું વળતર ચૂકવવાની માંગણી કરાઈ છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ તારીખ 18.10.12 ના રોજ નાયબ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ખેડૂતોને થયેલ નુકશાન અને તેના વળતર માટે મિટિંગનું આયોજન થયું હતું જેમાં અમો, ખેડતો, NCT ના સત્તાધીશો હાજર રહ્યા હતા. અને સમાધાન લેખ તૈયાર કરવામાં આવ્યું હતું જે મુજબ તાત્કાલિક લાઇન રીપેર કરવામાં ખેડૂતોએ સહકાર આપવું તેમજ તેમને વહેલી તકે નક્કી થાય મુજબનું વળતર ચુકવવામાં આવશે. જોકે લાઇન રીપેરને મહિનો થયા પછી પણ હજી સુધી વળતર મળ્યું નથી અને યોગ્ય જવાબો મળતા ના હોવાથી આજે અમોએ કલેક્ટર સાહેબ, નાયબ કલેકટર સાહેબ અને NCT ને આવેદન આપી વહેલી તકે નક્કી થયા મુજબનું વળતર ચૂકવવાની માંગ કરાઈ છે.