Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના નવજીવન હોટેલ પાસેના રોડ પર ચાલુ ટેમ્પોમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરના નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે રેડીમેડ કપડા ભરેલા ચાલુ ટેમ્પોમાં આગ લાગતા ટ્રક ચાલક તેમજ રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અંકલેશ્વર નજીક નવજીવન હોટલ પાસે લક્ષ્મી કાંટા નજીક કપડાં ભરેલી એક માલવાહક ટેમ્પો જઈ રહ્યો હતો, આ ટેમ્પોમાં અચાનક જ આગ લાગી જતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ વાપીથી ટેમ્પો નંબર-જી.જે.15.એ.ટી.9174 નો ચાલક આપદાબ અઝર મેઝર રેડિમેડ કપડાં ભરી વડોદરા ખાતે ડિલિવરી કરવા જતો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલ પાસેના લક્ષ્મી કાંટા નજીક અચાનક ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગના પગલે અહીંના વિસ્તારમાં વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું પરંતુ સમય સુચકતા વાપરી આગના બનાવના પગલે ટ્રક ચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ટેમ્પોમાં રહેલ રેડિમેડ કપડાં સહિત ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

કેવડિયા પોલીસ અધિકારી પી.ટી. ચૌધરીનાં અયોગ્ય વર્તન સામે ગુનો નોંધી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા મહિલાઓએ પોલીસ અધિક્ષકની કચેરીએ રજુઆત કરી.

ProudOfGujarat

વડોદરામાં ટુ-વ્હીલરમાં વિદેશી દારૂની હેરાફેરીનો વીડિયો વાઇરલ

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!