કાંકરિયા ધર્માતરણ પ્રકરણના પડઘા ભરૂચમાં પડ્યા હોય તેમ અશાંત ધારા વિસ્તારમાં રહેતા લોકો પર વ્હોટ્સએપ ફોન આવ્યા મકાન રૂ.એક કરોડમાં વેચવું છે…? એમ પૂછ્યું.
કેટલાક દિવસો અગાઉ ભરૂચ નગરના બહાદુર બુરજ વિસ્તારમાં આ મકાન વેચવાના છે તેવા બેનરો કેટલાક મકાનો પર જણાયા હતાં. હાજીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં અશાંત ધારા કાયદા અંગેનો અમલ કેટલાક મકાનના સોદા અને દસ્તાવેજના સમયે તત્ર દ્વારા કરવામાં આવેલ નથી તેવા આક્ષેપ સાથે બહાદુર બુરજના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આ મકાન વેચવાના છે તેવા બેનર માર્યા હતાં હવે કાંકરિયા ગામ ખાતે ધર્માતરણ અંગેનું કૌભાંડ બહાર આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં ગતરોજ બપોરના અરસામાં વ્હોટ્સએપ ફોન આવવાની શરૂઆત થઈ હતી. અશાંત ધારાનો યોગ્ય અમલ ન થતો હોય જે જે મકાનો પર આ મકાન વેચવાનું છે અને સાથે કોન્ટેક નબર આપવામાં આવ્યા હતાં તે તમામ પર ગતરોજ બપોરના સમયે વ્હોટ્સએપ ફોન આવ્યા હતાં અને મકાન રૂ.એક કરોડમાં વેચવું છે એમ પૂછવામાં આવ્યું હતું. બહાદુર બુરજના રહીશોએ વ્હોટ્સએપ ફોન ક્યાંથી આવ્યો તે અંગે તપાસ કરતા ટ્રુ કોલર પર ઉસ્માન પટેલ સાઉથ આફ્રિકાનું નામ ટ્રુ કોલર દ્વારા જાણવા મળ્યું હતું..