Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

આજરોજ સવારે 11:30 કલાકે ગિફ્ટેડ-30 કે જેનું સંચાલન મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા PMET રાંદેર સુરતના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે નિઃશુલ્ક NEET તથા JEE નું ગિફ્ટએડ 30 નું પરિણામ ખૂબ સુંદર આવતા પ્રોત્સાહનના ભાગરૂપે સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

ગુજરાત રાજ્યનાં 28 કેન્દ્રો માંથી ગિફ્ટએડ 30 ના કો- ઓર્ડિનટરોએ હાજરી આપી હતી. સંસ્થાના વડા શ્રી મુહમ્મદભાઈએ જણાવ્યું હતું કે ગિફ્ટએડ 30 પ્રોગ્રામમાં વિના મૂલ્યે તૈયારી કરાવવામાં આવે છે સતત 3 વર્ષથી 100 ટકા NEET નું પરિણામ આપતી તથા પ્રતિષ્ઠિત કોલેજમાં વિના ડોનેસને પ્રવેશ અપાવતી સંસ્થા છે જેમાં શ્રેષ્ઠ ઇન હોઉસ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે જે સફળતાનો ખુબ જ ટ્રેક રેકોર્ડ ધરાવે છે તથા વિધાર્થીઓ માટે (બોયસ) MMMCT ભરૂચ કેમ્પસમાં અને વિદ્યાર્થીનીઓ (ગર્લ્સ) માટે VCT કેમ્પસમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટસન તથા પુસ્તકો મફતમાં આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ગિફ્ટએડ 30 ના 4 વર્ષ ના ઈતિહાસમાં 46 થી વધુ વિધાર્થીઓ પ્રતિષ્ઠિત MBBS કોલેજમાં ડોક્ટરી અભ્યાસ તથા 23 થી વધુ BHMS અને BAMS કોલેજો માં અભ્યાસ માટે વિના ડોનેસન એડમિશન મળેલ છે તથા એન્જીનિરિંગ માં 30 થી વધુ વિધાર્થીઓ IIT,8 થી વધુ વિધાર્થી NIT,37 થી વધુ વિધાર્થી પ્રતિષ્ઠિત એન્જીનિરિંગ કોલેજમાં એડમીશન મેળવેલ છે.

હાલમાં શેક્ષણિક વર્ષ 2021-22 ની પ્રવેશ પ્રક્રિયા 1લી ડિસેમ્બર 2021 થી www. gifted30.com વેબસાઈટ પર શરૂ થશે.જેમાં આશરે 60 વિધાર્થીઓની મેરીટ આધારે પસંદગી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

પિડીત મહિલાઓનું સાથી બન્યુ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત’સખી’ વન સ્ટોપ સેન્ટર

ProudOfGujarat

મુંબઇના USA ના કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

પાવીજેતપુરના મુવાડા ગામે દીપડાનો આતંક, બે બકરાનું મારણ કરતા ગ્રામજનો ભયભીત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!