ગુજરાત પરિવહન વિભાગે નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી બસસ્ટેન્ડ બનાવવાની મંજુરી આપી છે જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ મળ્યા છે. પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના નવ વષૅ બાદ પણ જગ્યાના અભાવે એસ.ટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડી છે. ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસ.ટી બસસ્ટેન્ડના નિમૉણની જગ્યા માટે નેત્રંગમાં અનેકો વખત સવૅ કરાયું હતું. પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું હતું. નેત્રંગ તાલુકાભરના ગામોમાંથી ખુબ જ મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે મજુરીવગૅ, અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો નિત્યક્રમ એસ.ટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે. જેમાં નેત્રંગ તાલુકા મથકે એસ.ટી બસ સ્ટેન્ડના નિમૉણના વિલંબના કારણે વિદ્યાર્થીઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં, ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબુરી બની ગઇ છે.
જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં ભરૂચ જી.પંચાયત હસ્તક આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે આયુર્વેદિક દવાખાનું બંધ થઇ જતાં મકાન વષૉથી બંધ પડી રહેતા અસમાજીક તત્વોનો અડ્ડો બની જવા પામ્યું હતું. આયુર્વેદિક દવાખાનાના મકાનમાં કુતરા, બિલાડા અને રખડતા ઢોર રહે છે. આસપાસ ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેવા સંજોગોમાં એસ.ટી વિભાગ જવાબદાર અધિકારીઓ અને નેતાઓ નેત્રંગમાં વષૉથી ખંડેર હાલતમાં પડી રહેલા આયુર્વેદિક દવાખાન જગ્યા ઉપર એસ.ટી બસસ્ટેન્ડનું નિમૉણ થાય તે માટે કમરકસે તે લોકહિત માટે અત્યંત જરૂરી છે. આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.