હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રિક વ્હિકલ સ્ટાર્ટ-અપ ઑટુમોબાઇલ પ્રા. લી.એ તેના પ્રીમિયમ શોરૂમ-ઓન-વ્હીલનો પ્રારંભ કર્યો છે. અહીં તે કેફે રેસર પ્રકારના ઇ-બાઇક ATUM 1.0 ને પ્રદર્શિત કરવાનું આયોજન કરી રહ્યું છે. શોરૂમ-ઓન-વ્હીલ ગ્રાહકોને તેમના ઘરના આંગણે ઇ-બાઇક રજૂ કરીને તેની ઉપલબ્ધી સરળતાથી પૂરી પાડવામાં આવશે.
આજની ડિજિટલ દુનિયામાં હવે તે બાબત સર્વસ્વીકૃત બની ગઇ છે કે ગ્રાહકો દરેક ચીજ-વસ્તુઓ તેમના ઘરઆંગણે મેળવવાની અપેક્ષા રાખે છે. ઑટુમોબાઇલે સૌ પ્રથમ ઇ-બાઇક સેગમેન્ટમાં D2C (ડાયરેક્ટ ટૂ કસ્ટમર) મોડલ રજૂ કર્યુ હતું અને તેના વેબ પોર્ટલ પરથી ઓર્ડર સ્વીકારી રહ્યું હતું અને ગ્રાહકોના ઘરઆંગણે સીધી જ બાઇકની ડિલિવરી કરી રહ્યું હતું. આ વિચારને જ આગળ વધારતાં શોરૂમ-ઓન-વ્હીલની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં કંપની ગ્રાહકોને તેમના નિશ્ચિત સ્થાન પર તેમની અનુકૂળતા મુજબ ટેસ્ટ રાઇડ પૂરી પાડી રહ્યું છે. આ સુવિધાના પરિણામે ગ્રાહકોએ માત્ર એક ટેસ્ટ રાઇડ મેળવવા માટે લાંબુ અંતર કાપવાની જરૂરિયાત રહેશે નહીં. શોરૂમ-ઓન-વ્હીલ કૉલેજ અને કેફે પર ઉપલબ્ધ બનશે, જ્યાં સામાન્ય રીતે યુવાનો વધારે સમય પસાર કરતાં જોવા મળે છે. ઑટુમોબાઇલે આગામી 1 વર્ષમાં હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ, કોચી, ગોવા, દિલ્હી, મુંબઇ, કોલકાતા, જયપુર અને ગુડગાંવ ખાતે 10 શોરૂમ-ઓન-વ્હીલ શરૂ કરવાનું આયોજન કર્યુ છે.
શોરૂમ-ઓન-વ્હીલની સંપૂર્ણ ડિઝાઇન અંતિમ વપરાશકર્તાઓ અને નિષ્ણાતો પાસેથી મેળવવામાં આવેલા સૂચનો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઑટુમોબાઇલ શોરૂમ-ઓન-વ્હીલ DCM વાન ઉપર બનાવવામાં આવ્યું છે અને તે 17.5 ફૂટની લંબાઇ, 7.0 ફૂટની પહોળાઇ અને 7.0 ફૂટની ઊંચાઇ ધરાવે છે. તેમાં 5 ATUM 1.0 ઇ-બાઇકનો સમાવેશ થઇ શકે છે અને લોંજ પણ ધરાવે છે જ્યાં ગ્રાહકો બેસી શકે છે અને સેલ્સ ટીમ સાથે વાતચીત કરી શકે છે. આ બાબત ઑટુમોબાઇલને સમગ્ર ભારતના કોઇપણ વિસ્તારમાં પર્યાવરણ પ્રેમી ગ્રાહકો સમક્ષ તેના કેફે રેસર પ્રકારના અને પેટન્ટેડ ઇ-બાઇકની રજૂઆત સરળ બનાવે છે.
શોરૂમ-ઓન-વ્હીલના પ્રારંભ પ્રસંગે ઑટુમોબાઇલ પ્રા. લી.ના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વામસી ગદ્દમે જણાવ્યું હતું કે, “શોરૂમ-ઓન-વ્હીલ વધુ એક પહેલ છે જે EVsને પ્રોત્સાહન આપવાના અમારા નિર્ધાર અને ઇરાદાને મજબૂત બનાવે છે અને Atum 1.0ને ગ્રાહકો સુધી લઇ જાય છે. અમે ઇ-બાઇક અને EV ચાહકો Atum 1.0ની ડ્રાઇવ લઇ શકે તે સુનિશ્ચિત કરવા આગામી 1 વર્ષમાં 10 શહેરોમાં શોરૂમ-ઓન-વ્હીલ શરૂ કરવાનું આયોજન કર્યુ છે, જે પાવર સ્માર્ટ મોબિલિટી ઉપાયો માટે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાની આપણી ખોજને મદદ કરશે. અમને આશા છે કે અમારા લક્ષિત ગ્રાહકોને તેમના ઘરઆંગણે ઇ-બાઇક મેળવવાનું અને ટેસ્ટ રાઇડ કરવાનું પસંદ પડશે.”
5 ઓક્ટોબર 2020ના રોજ પ્રારંભ થયેલા Atum 1.0 ઇ-બાઇકે બજારમાં એક વ્યાપક રસ જાગૃત કર્યો છે. ભારતીય ગ્રાહકોની વધતી પરિવહન જરૂરિયાતો માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલા અને રૂ.55,000ની બેઝ પ્રાઇસ ધરાવતાં Atum 1.0એ તેની મજબૂત બનાવટ તથા રેટ્રો, વિન્ટેજ ડિઝાઇન સાથે ઇ-મોબિલિટી સેગમેન્ટની નવી વ્યાખ્યા પૂરી પાડી છે. તેના પ્રારંભથી, કંપનીએ અન્ય નગરો અને શહેરો ઉપરાંત મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નઇ અને બેંગલુરુમાંથી 1500 બૂકિંગ પ્રાપ્ત કર્યા છે અને 800થી વધુ ATUM 1.0 ઇ-બાઇક ડિલિવર કર્યા છે.
ભારતમાં તમામ ઇ-બાઇકની અંદર પોતાની વિશિષ્ટ ડિઝાઇન માટે Atum 1.0એ જુલાઇ, 2021માં ડિઝાઇન પેટન્ટ પ્રાપ્ત કરી છે. આ પેટન્ટ 14 લીટર સંગ્રહ ક્ષમતા ધરાવતી ટેન્કના આકાર અને તેની ખુલ્લી બોડી સ્ટ્રક્ચર ધરાવતી ડિઝાઇન માટે આપવામાં આવી છે, જે તેને સ્પોર્ટીયર રાઇડિંગ પોશ્ચર પૂરો પાડે છે.
Atum 1.0 પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે, જે માત્ર 4 કલાકની અંદર ચાર્જ થાય છે. Atum 1.0 એક ચાર્જની અંદર 100 kmphની રેન્જ પૂરી પાડે છે. આ ઇલેક્ટ્રિક બાઇક 1 વર્ષની બેટરી વૉરન્ટી ધરાવે છે અને રંગોની વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે. વિવિધ અને અત્યંત વિકટ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલું આ ઇ-બાઇક પ્રિમિયમ કેફે રેસર અનુભૂતિ પૂરી પાડે છે અને સ્વદેશી પાર્ટ્સનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે.
Atum 1.0નું તેલંગણામાં આવેલી ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ એકમ ખાતે ઉત્પાદન કરવામાં આવ્યું છે. Atum 1.0ને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઑટોમોટિવ ટેક્નોલોજી (ICAT) દ્વારા લૉ-સ્પીડ બાઇક તરીકે માન્ય કરવામાં આવ્યું છે, જે તેને વ્યાવસાયિક ઉપયોગ માટે સજ્જ બનાવે છે. વધુમાં, Atum 1.0ની નોંધણી કરાવવાની જરૂર નથી અને તેને ચલાવી રહેલા વ્યક્તિને લાઇસન્સની જરૂર રહેતી નથી.
ઑટુમોબાઇલ પ્રા. લી. વામસી ગદ્દમના વિચારોનું સર્જન છે. ટકાઉ પ્રોડક્ટ બનાવવાના નિર્ધારિત હેતુ સાથે ઑટુમોબાઇલ ઇ-બાઇક અને સ્કૂટરની શ્રેણીનો પ્રારંભ કરવા સમગ્ર દેશમાં ઇ-મોબિલિટીની સંભાવનાઓ તપાસી રહ્યું છે. ઑટુમોબાઇલ પ્રા. લી. 100% “મેઇડ ઇન ઇન્ડિયા” છે, જે ભારતના વિશિષ્ટ રસ્તાઓને અનુરૂપ છે. કાર્યદક્ષતા અને પરિવહનની સરળતા ધરાવતી ડિઝાઇન થકી ઑટુમોબાઇલ ઇલેક્ટ્રિક તરફ સ્થાનાંતરણને ખરેખર સરળ બનાવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. ઑટુમોબાઇલ સમજે છે જરૂરિયાતોએ લોકોની રોજિંદી મુસાફરીમાં વધારો કર્યો છે અને ઑટુમોબાઇલ ટૂંકા અંતરની મુસાફરી માટે એક શ્રેષ્ઠ વ્યાવહારિક વિકલ્પ પૂરો પાડે છે. ઑટુમોબાઇલ હૈદરાબાદમાં પાટનચેરુ ખાતે સ્થિત ઉત્પાદન એકમ ધરાવે છે.
સુચિત્રા આયરે