– ટોલ પહેલા અને પછી વાહનચાલકો પાસેથી ₹100 થી 1500 પડાવાતાં હોવાની ACB ને ફરિયાદો મળી હતી.
– ભરૂચ ACB એ છટકું ગોઠવી ઝાડેશ્વર ગામમાં રહેતા પો.કો. નીતિન વસાવાને રંગેહાથ પકડ્યા.
લોકો પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસરના કાર્યો કરી રહ્યા છે ત્યારે એક એક વાહન પાસેથી વધારાના 50-50 રૂપિયા વસૂલવા ખરેખર ગેરકાયદેસરનું કાર્ય છે. ભરૂચ હાઇવે ઉપર ટોલ ટેક્સ પહેલા અને પછી પોલીસ પોઇન્ટ ઉપર ઉભા રહેતા પોલીસ અને ટી.આર.બી.ના જવાનો દ્વારા એન્ટરીના નામે ₹100 થી 1500 ની વાહનચાલકો પાસેથી પડવાતા હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી.
ભરૂચ ACB એ ફરિયાદના આધારે ગુરુવારે હાઇવે ઉપર ભરૂચ તરફ ટોલ ટેક્સ પહેલા છટકુ ગોઠવું હતું. આ કામે લાંચના ડીકોયનું આયોજન કરવા માટે આયશર ટેમ્પાચાલકનો સહકાર માંગતા પોતાની સ્વખુશી દર્શાવી હતી.
આ કામે લાંચના ડીકોયનું આયોજન કરતા સહકાર આપનારના ટેમ્પાને ભરૂચ ખાતે હાઇવે રોડ ઉપર આવેલ ટોલ નાકા પહેલાં પોલીસ કોન્સ્ટેબલ નીતિન વસાવા રહે. ઝાડેશ્વર ગામે રોકી ₹50 લાંચની માગણી કરી હતી. ટેમ્પા ચાલકે ચલણી નોટ આપતા ACB ની ટ્રેપમાં પો.કો. લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો. ACB ટ્રેપનું આયોજન અને કામગીરીમાં ભરૂચ પી.આઇ એસ.વી.વસાવા જોડાયા હતા.
વાહનોની એન્ટ્રીના નામે પૈસા પડાવતા પો.કો. પકડાતા હાઇવે તેમજ વિવિધ પોઇન્ટ ઉપર ઉભા રહેતા અન્ય પોલીસ જવાનો અને BTET ના જવાનોમાં ACB ની ટ્રેપને લઈ ફફડાટ ફેલાઈ ગયો છે.