Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને જાગૃત કરી વન સૃષ્ટિ બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો યોજયા.

Share

ગરીબ, પીડિત અને વંચિત લોકો તથા આદિવાસીઓના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ તત્પર રહેતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને જળ, જંગલ અને વનસૃષ્ટિ બચાવવા માટે જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું છે. તેઓએ નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહિતના ગામોમાં જઈ આદિવાસીઓને વન સૃષ્ટિ બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.

અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોમાં હજુ પણ ઘણી બધી ગેર માન્યતાઓ અને ગેરસમજ રહેલી છે.એ ગેરમાન્યતાઓ દૂર થાય અને આદિવાસીઓ શિક્ષિત બને, દેશના વિકાસમાં સહભાગી થાય તથા રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાય એ માટે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહીત અંતરિયાળ જંગલ વિસ્તારના ગામો ખૂંદી વળી આદિવાસીઓને જાગૃત કર્યા હતા.

સાંસદ મનસુખભાઈ વસાવા ગ્રામજનોને જાગૃત કરતા જણાવ્યું હતું કે વનસૃષ્ટિ આદિવાસીના જીવન સાથે સંકળાયેલી છે, વનમાંથી આદિવાસીઓનું જીવન ગુજરાન થાય છે.જ્યાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા. જ્યાં જમીનના હક આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ફોરેસ્ટ વિલેજની અંદર હજી જે લોકોને અધિકાર આપવાના બાકી છે.એમને પણ પુરાવાના આધારે જમીન મળશે.
     
સાંસદ મનસુખ ભાઈએ જણાવ્યું હતું કે હવેથી નવા વૃક્ષો ઉગાડવા એની જાણવની કરવી અને જે વૃક્ષો છે. એનું જતન કરવું જો આમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વનોનો નાશ થશે. પશુ ધન, ઘાસચારો પણ નહીં મળે, ઘર બાંધવાના લાકડા કે ઘરના સમારકામ કરવાના લાકડા પણ નહી મળે જેથી નવા વૃક્ષો વાવો અને વનનું રક્ષણ કરો.

Advertisement

 આદિવાસી સંસ્કૃતિના આસ્તિત્વ ખૂબ જરૂરી છે. ફોરેસ્ટ વિલેજના ગામોમાં સરકારે રોડ, રસ્તા, પીવાનું પાણી અને સિંચાઇની સુવિધા ગુજરાત પેટન યોજનામાંથી પુરી પાડી છે. હજુ પણ જો ગામમાં સિંચાઈ માટે નહેરનું પાણી નથી મળતું તેવા ગામોને સિંચાઇના હેતુ માટે બોર અને મોટરની સુવિધા પૂરી પાડવામાં આવશે. એ ઉપરાંત શિક્ષણનું સ્તર ઊંચું લાવા માટે બાલ-મંદીર પ્રાથમિક શિક્ષણ સુધી શિક્ષણ ગુણવત્તાવાળું મળે તે માટે વાલી અને ગ્રામજનોએ પણ કાળજી રાખવી જરૂરી છે. આવનાર સમયમાં ફોરેસ્ટ વિલેજ સંપૂર્ણ સુવિધાથી સરકાર સજ્જ કરશે. તેમણે આગામી સમયમાં જિલ્લાના અન્ય ફોરેસ્ટ વિભાગના ગામોમાં આવી જ રીતના જન જાગૃતીના કાર્યક્રમો થકી આદિવાસીઓને જાગૃત કરી વિકાસની કેડી સાથે જોડવાના પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસનાં જીલ્લા પ્રમુખ અને અન્ય કાર્યકરોની પોલીસે કરી અટકાયત…

ProudOfGujarat

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!