Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણના રારોદ ગામેથી એક દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રારોદ ગામ પાસેથી એક દિપડાનું રેસક્યુ કરાયું હતું. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના નર્મદા કિનારાના નારેશ્વર રોડ ઉપર આવેલા સોમજ, દેલવાડા તેમજ રારોદ જેવા ગામડાઓ સહિતના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનો આતંક વધવા પામ્યો છે. જેના લીધે આ વિસ્તારના ગામલોકોમાં દીપડાને લઈને ભારે દહેશત ફેલાવા પામી છે. હમણાં બે દિવસ પહેલા જ સોમજ-દેલવાડા ગામેથી એક દીપડાનું રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ગત તા. 16 ના રોજ કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર આવેલા રારોદ ગામે વહેલી સવારે એક દીપડો ગામની આજુબાજુ ફરી રહયો હોવાની જાણ ગામલોકોને થઈ હતી.

જે બાબતની જાણ કરજણ વન વિભાગના અધિકારીને કરતાં તંત્ર દ્વારા રારોદ ગામે દીપડાને રેસ્ક્યુ કરવા પાંજુરૂ મુકવામાં આવ્યું હતું. દીપડાને પકડવા તંત્ર દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ગણતરીના કલાકોમાં સાંજના સુમારે દીપડો પાંજરે પુરાતાં ગામલોકો અને તંત્રએ રાહત અનુભવી હતી. તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ નારેશ્વર રોડ ઉપરના નદી કિનારાના ગામડાઓ વિસ્તારમાંથી અત્યાર સુધી કુલ ચાર દીપડાઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ રેસ્ક્યુ કરાયેલા દીપડાને રેસ્ક્યુ સેન્ટરે મોકલવામાં આવ્યા છે.

નારેશ્વર તરફની પટ્ટી વિસ્તારમાંથી પંદર દિવસના ટૂંકા ગાળામાં ઉપરા છાપરી ત્રણ દીપડાનું રેસ્ક્યુ કરાતાં આ વિસ્તારના આવેલા ગામડાઓમાં રહેતાં ગામ લોકોમાં આજુબાજુ તેમજ ખેતરોમાં ખેતીકામ કે અન્ય કામ અર્થે જવા આવવા માટે તેમજ પોતાના પશુધનને લઈને ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહયો છે. પરિણામે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં કેટલા આવા દીપડા ફરી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તેને લઈને તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે એવી ગામલોકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

માંગરોળ : નાની ફળી ગામે ગોડધા વડ ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇન લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકસાન

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!