Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પાસે એક અજાણી આધેડ મહિલાનું ટ્રેન અડફેટે મોત નિપજવા પામ્યુ હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ સવારના ૧૧.૧૦ કલાકના સુમારે પાલેજ રેલવે સ્ટેશનની ઉત્તરે કી.મી. નં. ૩૫૧/૦૨  ની પાસે ડાઉન લાઈન પર 55 વર્ષના આશરાની ઉંમરની એક અજાણી આધેડ મહિલા ટ્રેન નંબર ગુડઝ ટ્રેન L.E.+2GS BRC ની અડફેટે અકસ્માતે આવી જતા તેને માથાના ભાગે થયેલ ગંભીર  ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું.

મૃતક મહિલાએ પોપટી રંગની ટપકાવાળી સાડી લીલા રંગનો બ્લાઉઝ તથા લાલ રંગનો ચણીયો પહેરેલ છે. બનાવની જાણ પાલેજ રેલવે આઉટ પોસ્ટને થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ ગુણવંતભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોની શોધના ચક્રો ગતિમાન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ, ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયન કોમ્પિટિશનમાં યુવાનોએ હાંસલ કર્યા મેડલ.

ProudOfGujarat

ભરૂચ : સોશિયલ મિડીયાનાં વધેલા વ્યાપે પત્રકારત્વનાં મૂળભૂત સિદ્ધાંતો વિસરાયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!