Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

Share

આજરોજ ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી દેવાતા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મંદિરની માલિકીની જગ્યા અંગે વિગતો પણ આવેદનપત્રમાં પાઠવવામા આવી હતી. દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ મંદિર ટ્રસ્ટના નામથી સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ વર્ષ ૧૯૩૩ થી અસ્તિત્વમાં હોવાનું આવેદનપત્રમાં જણાવાયુ છે.

આવેદનમાં જણાવ્યા મુજબ દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલના ભરૂચના ટ્રસ્ટની જુદી જુદી ૬ મિલકતો હોવાનું જણાવ્યુ છે, શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવેલ છે. પરંતુ દેત્રાલ ગામે વર્ષ ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્નિ દેત્રાલ ગામના છેલ્લા ૨૫ વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલ હતી તેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી બોગસ કાગળો ઉભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા તેમજ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યકિતગત હેસિયતે પોતાના નામે દાખલ કરી લીધી હતી અને ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા. તેમજ ગેરકાયદેસર બગલો બાંધી લીધો હતો. આવેદનપત્ર દ્વારા કલેકટરને આ બાબતે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દેત્રાલ ગામના જાગૃત ઈસમ મહંમદ વલીભાઈ મન્સુરીએ તા.૭-૨-૧૯ ના રોજ ભરૂચ કલેકટરને મહંત સામે કાર્યવાહી કરવા અરજી કરી હતી જે અંગે જે તે સમયે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ મહંતે પોતાની રાજકીય વગનો દુરઉપયોગ કરી અને મંદિરનું સમારકામ કરવાનું બહાનું કાઢીને ભગવાનની મિલકત પર આવેલ રામલલ્લાના મંદિર ઉપર ભગવાન રામની મુર્તિ અન્યત્ર ખસેડી દીધી હતી તેમજ પોતાનો બંગલો ઉભો કરી દીધો છે.

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન…

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે પાંચ વર્ષ જૂના ખોટા એટ્રોસિટી કેસની ડી.વાય.એસ.પી દ્વારા સ્થળ તપાસ કરાવવાની ગ્રામજનોએ કરી માંગ.

ProudOfGujarat

રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, માનહાની કેસ પર સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!