અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોને લઈ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જે ગ્રામસભામાં ગામના જાગૃત નાગરિક ઉપેન્દ્ર પરમારે 2019 ના બાકીના 39 કામો સહિતના પ્રશ્નો ઉઠાવતા તલાટી કમમંત્રી સહિતનો સ્ટાફ ગ્રામસભા છોડીને જતાં રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ઉપરાંત જાગૃત નાગરિકે 2020-21 ના વિકાસના 40 કામો પણ બાકી હોવા સાથે ગ્રામસભાના એજન્ડા તેમજ ગ્રામસભા અંગે કોઈક પણ જાતની જાણ ગ્રામજનોને કરવામાં નથી આવતી તેવા પણ આક્ષેપ કર્યા છે. સાથે સાથે ગ્રામ સભામાં 10 હજારથી વધુની વસ્તી હોવા છતાં 52 લોકો પણ ભેગા નથી થતા કેમ કે વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ હજી 5 કરોડના કામો બાકી રહ્યા છે તે કામો કરવાને બદલે ગ્રામસભામાં નવા કામો અંગે ચર્ચા કરી ટાઈમ પાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. તલાટી કમ મંત્રીએ જાગૃત નાગરિકને જવાબો નહીં આપતા યુવાન ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને મોડી સાંજે ગ્રામજનોની સમજાવટ બાદ ધરણાં સમાપ્ત કર્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો અંગે પ્રશ્નો ઉઠાવતા તલાટીએ ગ્રામસભા છોડી : જાગૃત નાગરિકે ધરણાં પર બેસી વિરોધ કર્યો.
Advertisement