ભગવાન બીરસામુંડાના જન્મ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે જેલમાં સજા ભોગવતા બંદીવાનો બિરસામુંડા કોણ હતા. તેમને અંગ્રેજો સામે કેવી રીતે લડ્યા તે અંગે જેલમાં ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.તેમણે ક્રાંતિકારી શહીદ તરીકે ઓળખાવ્યા હતા. આ પ્રસંગે જેલમાં જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ જેલના કેમ્પસના પ્રાંગણમા તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા, કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે વિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને મંત્રી તથા જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક જગતાપ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જ્યોતિબેન જગતાપે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી રમતગમત તેમજ અન્ય સકારાત્મક પ્રવૃત્તિમા જોડાવા અનુરોધ કરી સારા માણસ બનવા અનુરોધ કર્યો હતો. મંત્રી દીપકભાઈ જગતાપે ક્રાંતિકારી બિરસામુંડાના અદમ્ય સાહસકરી બ્રિટિશો સામે લડીને કેવી રીતે શહીદ થયાં તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનમા બંદીવાનોમા ગુનાહિત પ્રવૃત્તિ કેવી રીતે એટલે સજા ભોગવીને સમાજm સારા માનવી કેવી રીતે બની શકાય તેની સરકારની વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.
Advertisement