ભરૂચમાં ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ સંસ્થા દ્વારા 500 થી વધુ દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કરી અનોખી સમાજ સેવા કરાઈ હતી. ભરૂચની ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ સંસ્થા ની મહીલા વિગ દ્વારા સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.ભરૂચ નગરના વિવિધ વિસ્તારોની 500થી વધુ દીકરીઓ ને વિના મૂલ્ય સેનેટરી નેપકીન આપવામાં આવ્યા.હતાં
ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ સંસ્થાની મહીલા શાખાના ચેરમેન કીર્તિબેન જોષી અને પ્રોજેક્ટ ચેરમેન હર્ષ ઠક્કર અને તેમની ટીમના પ્રયાસોથી કિશોરી બહેનોને દર મહિને ફ્રી માં સેનેટરી નેપકીન મળે તેવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ ૭ ના નગરસેવક અને પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહયોગથી વિવિધ વિસ્તારોમાં ૫૦૦ દીકરીઓને સેનેટરી નેપકીનના પેકેટ ફ્રી માં આપવામાં આવ્યા હતા.
Advertisement