ભરૂચ તાલુકાના નબીપુર ગામે કોરોના મહામારી દરમિયાન હિન્દુ-મુસ્લિમ સમાજની ખડેપગે સેવા કરનાર યુવાનોનુ સન્માન મોહસીને આઝમ મિશન તેમજ રીહેબ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરાયું હતુ.
નબીપુર ગામના યુવાનો દ્વારા કોરોના મહામારી દરમિયાન નબીપુરના યુવાનો દ્વારા કોરોના દર્દીઓને મફત ઑક્સિજન સેવા પીપીઇ કીટ સહીત આયુર્વેદ ઉકાળાનુ વિતરણ, સેનિટાઇઝરના છંટકાવ સહિત દર્દીઓને હોસ્પિટલ સુવિધા પુરી પાડવા ઉપરાંત લોકડાઉન દરમિયાન ફૂડ કીટ વિતરણ, નેશનલ હાઇવે ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના યાત્રાળુઓ માટે કીટ વિતરણ સહિત સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોહસીને આઝમ મિશન તેમજ રીહેબ ચેરીટેબલ ટ્રસ્ટ નબીપુરના નેજા હેઠળ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં યોગદાન આપનાર યુવાનોનું આજરોજ બન્ને ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્રારા બહુમાન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શકીલ અકુજી, ઇબ્રાહિમ બોરીયાવાલા, ઇદ્રિસ કાઉજી, સુહેલ મૌલવી, ફૈજુલ ડેમા સહીત વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વૉરીયર્સનુ ફુલહાર પ્રશસ્તિ પત્ર, તેમજ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : કોરોના મહામારીમાં અનોખી સમાજ સેવા કરનાર નબીપુરના યુવાનોનો સન્માન સમારોહ યોજાયો.
Advertisement