તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ થી પણ વધુ દર્દીઓએ ભાગ લીધો હતો.
તારીખ 14 નવેમ્બર વિશ્વ મધુપ્રમેહ દિવસ અર્થાત વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે ત્યારે અંકલેશ્વર ખાતે ઇન્ફીનિટી હેલ્થ સોલ્યુશન તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન જીઆઇડીસી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાયેટ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર કેતન પટેલ અને ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં વધુ પડતા તણાવ દોડધામ અને કોરોના વાયરસના સમય વચ્ચે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહયું છે જે ગંભીર બાબત છે જેને લઇને આ ચેકઅપ કેમ્પનું આયોજન ઈનરવ્હીલ ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો લોકોએ લાભ લીધો એ આનંદની વાત છે.
આ અંગે ઈનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ અને ડાયટિશિયન તેમજ ન્યુટ્રિશનિસ્ટ સંધ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે આ ચેકઅપ કેમ્પમાં ડાયાબીટીસની સાથે સાથે એ રોગ શરીરમાં ઘર ન કરી જાય એ માટે લોકોને વર્તમાન સમયમાં પોતાનું ડાયેટ જાળવવાની સૌથી વધુ જરૂર છે અને તે અંગે માર્ગદર્શન આપ્યું છે. આરોગ્ય જાળવવું પોતાના હાથમાં છે ત્યારે અમે આ પહેલ કરી છે.
અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.
Advertisement