Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા જેલ ખાતે તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા યોજાઈ.

Share

જેલમાં સજા ભોગવતા બંદીવાનોનું ગુનાહિત માનસ પરિવર્તન થાય અને તેમનામાં રમત ગમત પ્રત્યે ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી પહેલી વાર જેલના કેમ્પસના પ્રાંગણમા તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચેજેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.

રાજપીપળા જિલ્લા જેલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે સિવિલ હોસ્પીટલ, રાજપીપળાના મેડિકલ/પેરા મેડિકલ ટીમ તથા જેલ બંદીવાનો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. બંદીવાનોએ ખેલદિલીથી ઉત્સાહપૂર્વક વોલીબોલ રમતમાં ભાગ લીધો હતો. અને બંદીવાનો ની ટીમ વિજેતા જાહેર થઈ હતી.તેઓને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી. રાજપીપળા જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.બારમેરા દ્વારા તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંબોલી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!