– પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભરૂચ સબજેલમાં સંદીપસિંહ માંગરોલાની મુલાકાત બાદ જણાવ્યુ કે રાજકરણ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે.
– સહકારી ક્ષેત્રમાં રાજકીયકરણ ન થવું જોઈએ એમ પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ.
ભરૂચ સબજેલ ખાતે વટારીયા સુગરમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે હાલ સબજેલ ખાતે રહેલ સંદીપસિંહ માંગરોલાની મુલાકાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ સારી નથી તેમણે એમ પણ જણાવ્યુ કે તેઓ પોતે આશરે બાર માસ જેલમાં રહી ચૂકયા છે. સંદીપસિંહ માંગરોલાની અટકાયત અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે પોલીસ તંત્ર રાજકીય ઇશારે ફરજ બજાવી રહી છે અને તેથી જ મધ્યરાત્રિએ ગુનો દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ સંદીપસિંહ માંગરોલાની અટકાયત કરવામાં આવી હતી તેમણે એમ પણ જણાવ્યુ કે સંદીપસિંહ માંગરોલા રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે પરંતુ આવી કિન્નાખોરી સહકારી ક્ષેત્રમાં યોગ્ય નથી. આ પ્રસંગે પત્રકારોએ પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાનું શંકરસિંહ વાઘેલાએ ટાળયુ હતું.