Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : સારસા ગામે ખેતરમાંથી છ ફુટ લાંબો અજગર પકડાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સીમના ટેકરા વગામાં આવેલ એક ખેતરમાંથી એક અજગર પકડાયો હતો. મળતી વિગતો મુજબ આજરોજ સારસા ગામના દિનેશ કપ્તાન તેમજ કિરણ કપ્તાન નામના બે યુવાનો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખેતરમાં એક અજગર નજરે પડ્યો હતો.

આ યુવાનોએ નજીકના ખેતરમાં હાજર ખેડૂત અને સામાજિક ક‍ાર્યકર હિરલ પટેલને ફોન કરી જાણ કરતા હિરલ પટેલે ત્યાં આવીને આ યુવાનોની મદદથી અંદાજે છ ફુટ જેટલા લાંબા અજગરને રેસ્ક્યુ કરીને પકડી લીધો હતો. આ ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ આ અજગરને વનવિભાગને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પંથકમાં અજગર જેવા સરિસૃપ વર્ગના પ્રાણીઓ ઘણીવાર નજરે પડતા હોય છે. વનવિભાગના મહેશભાઇના જણાવ્યા મુજબ આ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સુરત જીલ્લાનાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

વાંકલમાં સિંચાઈ યોજના પ્રશ્નો અંતર્ગત ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા સેવા રૂરલ ખાતે તા.૨૮ એ મફત ત્રાંસી આંખનો સારવાર કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!